આ યાદીમાં ચોથા નંબરે તમિલનાડુ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 20,09,700 પર પહોંચી ગઈ છે. 10 લાખથી વધુ સંક્રિય મામલાવાળા રાજ્યોની યાદીમાં તમિલનાડુ ચોથા નંબરે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં વધુ ચેપના કેસ નોંધાયા છે. તમિલનાડુ સરકારનો દાવો છે કે તેના 20 લાખ ચેપગ્રસ્ત લોકોમાંથી 16,74,539 રિકવર થયા છે. વાયરસ સામે રક્ષણ માટે સરકાર રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપી રહી છે.
7 જૂન સુધી લંબાવાયુ લોકડાઉન
રાજ્ય સરકારે ચેપના કેસને નિયંત્રિત કરવા માટે 7 જૂન સુધી લોકડાઉન વધાર્યું છે. તમિલનાડુમાં હવે 7 જૂને સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે. જો કે, આ સમય દરમિયાન સરકારે લોકડાઉનમાં થોડી છૂટછાટ પણ આપી છે. લોકડાઉનનો આદેશ જારી કરતાં એમ.કે. સ્ટાલિનની આગેવાનીવાળી રાજ્ય સરકારે કહ્યું કે, "આ દિવસોમાં સરકારી વિભાગો, સ્થાનિક કરિયાણાની દુકાન અને વાહનો દ્વારા રોજિંદા માલની સપ્લાય ચાલુ રહેશે." લોકોને સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કરિયાણાની ખરીદી અને વેચાણ માટે છૂટ આપવામાં આવી છે.
13 જીવન જરૂરી વસ્તુઓની કીટ આપવામાં આવશે
મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા મુજબ, તેમણે તમામ સહકારી અને ગ્રાહક સુરક્ષા વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે જૂન મહિના માટે દરેક રેશનકાર્ડ ધારકોને રાશનની દુકાન દ્વારા 13 આવશ્યક ચીજવસ્તુઓની કીટ આપવામાં આવશે