નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 જીત્યા બાદ પણ એવુ લાગી રહ્યુ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભાજપ સાથે નારાજગી ખતમ નથી થઈ. શુક્રવારે(28 મે)એ સરકારી સૂત્રોએ કહ્યુ છે કે વાવાઝોડા યાસથી થયેલ નુકશાનથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સમીક્ષા બેઠકમાં સીએમ મમતા બેનર્જી લગભગ 30 મિનિટ મોડા પહોંચ્યા. વાત અહીં ખતમ ન થઈ, બેઠકમાં પહોંચતા જ મુખ્યમંત્રી મમતા બેરન્જીએ વાવાઝોડા યાસથી થયેલ નુકસાનોનો રિપોર્ટ પીએમ મોદીને આપીને ત્યાંથી જતા રહ્યા. બેઠક છોડવાના કારણમાં સીએમ મમતાએ કહ્યુ કે તેમની બીજી એક બેઠક છે. આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતાઓએ મમતા બેનર્જીની આકરી ટીકા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સહિત ઘણા નેતાઓએ સીએમ મમતા પર નિશાન સાધ્યુ છે. આવો, જાણીએ કોણે શું કહ્યુ?
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને ટ્વીટ કરીને કહ્યુ, 'સુશ્રી મમતા બેનર્જીનુ અસહયોગાત્મક અને તાનાશાહી વલણ લોકતાંત્રિક મૂલ્યોનુ અપમાન છે. પીએમ નરેન્દ્ર મોદીજીની બેઠકમાં તેમનુ ના જવુ ઓછી રાજનીતિનુ પરિચારક છે.' એક અન્ય ટ્વિટમાં હર્ષવર્ધને કહ્યુ, 'મમતા બેનર્જીજી એ ભૂલી રહ્યા છે કે તેમણે એક સંસ્થા તરીકે બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા છે. મુખ્યમંત્રીનુ પદ બંધારણીય પદ છે. બંગાળની જનતાની પીડા જાણવા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમનો વ્યવહાર ભારતીય લોકતંત્ર માટે દૂર્ભાગ્યપૂર્ણ છે.'
- ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટમાં કહ્યુ, 'મમતા બેનર્જીનુ આચરણ દૂર્ભાગ્યપૂર્ણ છે. યાસથી પ્રભાવિત લોકોની મદદ કરવી આ સમયની માંગ છે. પરંતુ ખૂબ દુઃખની વાત છે કે દીદીએ અહંકારને જનકલ્યાણથી ઉપર રાખ્યુ છે. તેમને તુચ્છ વ્યવહાર આવુ જ દર્શાવે છે.'
- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ, 'પશ્ચિમ બંગાળનો આજનો ઘટનાક્રમ સ્તબ્ધ કરનારો છે. મુખ્યમંત્રત્રી અને પ્રધાનમંત્રી વ્યક્તિ નથી, સંસ્થા છે. બંને જનસેવાનો સંકલ્પ અને બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લઈને ફરજ ગ્રહણ કરે છે. કુદરતી આફત કાળમાં બંગાળની જનતાને સહયોગ આપવાના ભાવથી આવેલા પ્રધાનમંત્રી સાથે આ પ્રકારનો વ્યવહાર પીડાદાયક છે. જનસેવાના સંકલ્પ અને બંધારણીય કર્તવ્યથી ઉપર રાજનૈતિક મૂલ્યોને રાખવાનુ આ એક દૂર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ છે, જે ભારતીય સંઘીય વ્યવસ્થાની મૂળ ભાવનાને પણ ઠેસ પહોંચાડનારુ છે.'
- કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ, 'પશ્ચિમ બંગાળમમાં થયેલ આજનો ઘટનાક્રમ નિંદનીય છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી એક સંસ્થા છે, જે બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લઈને પોતાની ફરજોનુ પાલન કરે છે. પ્રધાનમંત્રીજી બંગાળની જનતાની મદદ માટે રાજ્યની મુલાકાતે છે અને આ કુદરતી આફતની ઘડી છે, આપણે સૌએ સાથે મળીને તેનો સામનો કરવાનો છે. બંધારણની ફરજોની ઉપર રાજકીય મતભેદોને લાવવા દૂર્ભાગ્યપૂર્ણ છે અને આનાથી ભારતીય સંઘીય વ્યવસ્થાની મૂળ ભાવનાને ઠેસ પહોંચી છે.'
-રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યુ, 'કુદરતી આફતના સમયમાં જ્યારે સંપૂર્ણ દેશે એક થઈને કાર્ય કરવાની જરૂર છે, એવામાં બંગાળના મુખ્યમંત્રીનો વ્યવહાર બહુ અનુચિત છે. પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી બંધારણીય પદ પર છે, આ રાજકીય વિરોધ માટે નહિ પરંતુ મળીને દેશ અને સમાજની સેવા કરવા માટે છે.'
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ, 'જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવાઝોડા યાસના કારણે પશ્ચિમ બંગાળના નાગરિકો સાથે મજબૂતીથી ઉભા હોય તો મમતાજીએ પણ લોકોના કલ્યાણ માટે પોતાનો અહંકાર અલગ રાખવો જોઈએ. પીએમની બેઠકથી તેમની અનુપસ્થિતિ બંધારણીય લોકાચાર અને સહકારી સંઘવાદની સંસ્કૃતિની હત્યા છે.'
- ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ, 'માનનીય પીએમ નરેન્દ્ર મોદી અને આખો દેશ બંગાળની જનતા સાથે ઉભો છે. મમતા બેનર્જીએ પણ ક્ષુદ્ર રાજનીતિથી ઉપર ઉઠવુ જોઈએ, પોતાના અહંકારનો ત્યાગ કરવો જોઈએ અને બંગાળના લોકોને રાહત આપવા માટે રાષ્ટ્ર સાથે કામ કરવુ જોઈએ.'
- મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, 'મોદીજી ભારતના પ્રધાનમંત્રી છે. આખુ દેશ તેમનુ અનુસરણ કરે છે. તે લોકોના કલ્યાણ માટે પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાથી પ્રભાવિત લોકોની સ્થિતિ જાણવા ગયા. એવામાં સીએમનુ આચરણ બંગાળની જનતાનુ અપમાન છે.'