દેશના અલગ અલગ રાજ્યોમાં કેટલા લોકોનુ રસીકરણ થયુ, જાણો અહીં

|

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનો આંકડો ધીમે ધીમે ઘટી રહ્યો છે. પરંતુ મોતની સંખ્યામાં હજુ ઘટાડો નથી થઈ રહ્યો. સમગ્ર દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી શરુ થયેલ વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી 20,89,02,445 લોકોને કોરોના વાયરસ વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 30,62,747 લોકોને વેક્સીન લગાવવામાં આવી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં વેક્સીનનો પહેલો અને બીજો ડોઝ લઈ ચૂકેલ લોકો તેમજ કુલ વેક્સીનેશની સંખ્યાના આંકડા અહીં દર્શાવેલ છે.

આંધ્ર પ્રદેશમાં 66,46,051 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 23,94,589 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 90,40,640 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. આસામમાં 31,62,510 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 8,19,055 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 39,81,565 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. ગુજરાતમાં 1,22,65,993 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 40,19,309 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 1,62,85,302 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે.

મહારાષ્ટ્રમાં 1,71,81,179 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 44,58,657 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 2,16,39,836 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. મહારાષ્ટ્રમાં 1,71,81,179 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 44,58,657 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 2,16,39,836 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. બિહારમાં 83,56,625 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 17,59,568 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 1,01,16,193 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે.

વળી, દિલ્લીમાં 40,78,916 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 11,85,319 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 52,64,235 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. રાજસ્થાનમાં 1,33,61,360 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 30,64,9865 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 1,64,26,346 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. તમિલનાડુમાં 62,30,848 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 19,78,147 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 82,08,995 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે.

કર્ણાટકમાં 1,01,51,884 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 26,69,729 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 1,28,21,613 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. મધ્ય પ્રદેશમાં 86,35,394 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 17,71,760 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 1,04,07,154 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. ઉત્તરપ્રદેશમાં 1,39,48,710 લોકો વેક્સીનનો ડોઝ 1 જ્યારે 34,06,590 લોકો ડોઝ 2 લઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ 1,73,55,300 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે.

દેશના બીજા રાજ્યોના વેક્સીનેશનના સંપૂર્ણ આંકડા જાણવા માટે અહીં ક્લિક કરો.

ઉલ્લેખનીય છે કે શનિવારે(29 મે) એ સૌથી ઓછા 1.73 લાખ નવા કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લા 45 દિવસોમાં આ કોરોના વાયરસના સૌથી ઓછા નવા કેસ એક દિવસમાં સામે આવ્યા છે. પરંતુ મોતના આંકડામાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો. રોજ 3 હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. શનિવારે(29 મે)ના રોજ પણ છેલ્લા 24 કલાકમાં 3617 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1,73,790 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 2,84,601 દર્દી કોરોના વાયરસથી રિકવર થયા. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,22,512 લોકોના મોત થઈ ગયા છે.

MORE CORONAVIRUS NEWS  

Read more about:
English summary
How many people have been vaccinated in different states of India, Know here.
Story first published: Saturday, May 29, 2021, 13:22 [IST]