હું રીના સોલંકી રાજકોટમાં રહું છું, કોરોનાની બીજી લહેરમાં મારો પરિવાર પણ સંક્રમિત થઈ ગયો હતો. પહેલા મારા પપ્પાની તબિયત ઠીક નહોતી, ડૉક્ટર પાસેથી દવા લીધી છતાં પણ તેમને સારું ન થતાં પપ્પાએ રિપોર્ટ કરાવ્યો તો તેમને કોરોના પોઝિટિવ આવ્યો. કોરોનાથી બીવાની જરૂર નથી, કોરોના આપણાથી બીવો જોઈએ. નકર મારા પપ્પા મેડિકલ સિવાય બીજે દવા ન લ્યે, સમય જેવો હોય તે પ્રમાણે ચાલવાનું તબિયતમાં થોડો પણ ફેર લાગે એટલે ડૉક્ટરની સલાહ લેવાની, ડરી નહી જવાનું.
હવે મારા મમ્મી-પપ્પાને કોરોના આવ્યો એટલે મેં મારો કોરોના રિપોર્ટ પણ કરાવ્યો, સદનસીબે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે હું મારી બહેનના ઘરે ચાલી ગઈ, ત્યાં બે દિવસ રહી એવામાં મને પણ થોડી અસર જણાઈ અને તપાસ કરાવતાં કોરોના પોઝિટિવ નીકળ્યો. એટલે ડરવાની જરૂર નથી, જો તમને કોરોના થવાનો હોય તો ગમે તેટલા દૂર ભાગશો તો પણ થશે. અને જો સાવચેતી રાખશો તો તમારા ઘરમાં કોરોનાનો દર્દી હશે તો પણ તમને કોરોના નહીં થાય. અમે ત્રણેય હોમ આઈસોલેશનમાં રહ્યા અને થોડા દિવસ બાધે ત્રણેય તંદુરસ્ત થઈ ગયા અને રાબેતા મુજબની જિંદગી જીવવા લાગ્યા.
બધાને મારી રિક્વેસ્ટ છે કે જો તમારા પરિવારમાં કોઈને કોરોના થાય તો ડરીને દૂર ના ભાગી જતા તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખી તમારાથી થતી તમામ મદદ કરજો, કેમ કે જો વિધાતાએ ભાગ્યમાં વધુ જિંદગી લખી હશે તો કોરોના પણ કંઈ બગાડી નહિ શકે.
લક્ષણો:
જો તમને કે તમારા સગા સંબંધીઓમાં કોઈને કોરોનાવાયરસ થયો હોય અને કોરોનાને માત આપી ચૂક્યા હોવ તો goodness@oneindia.co.in પર તમારી સ્ટોરી લખીને મોકલો. અમે તમારી સ્ટોરી અમારા પ્લેટફોર્મ પર પબ્લિશ કરશું.