કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર લગાવી રોક, એંટીગુઆ-બારબુડાના PM બોલ્યા - ભારત મોકલો એને

|

નવી દિલ્લીઃ ભારતના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. આ કેસમાં આજે ફરીથી સુનાવણી થશે. કોર્ટે 28 મેએ સુનાવણી માટે કહ્યુ છે. ડોમિનિકામાં ચોક્સીના વકીલ વેન માર્શે કહ્યુ છે, 'મેહુલ ચોક્સી એક એંટીગુઆ નાગરિક છે, ભારતીય નહિ. અમે સાંભળ્યુ છે કે એંટીગુઆ પીએમનુ કહેવુ છે કે તેમણે ડોમિનિકન પીએમને મિસ્ટર ચોક્સીને ભારત મોકલવાના નિર્દેશ આપ્યા કારણકે જો તેને એંટીગુઆ પાછો મોકલી દેવામાં આવે તો તેની બંધારણીય સુરક્ષાનો અધિકાર મળશે.' એંટીગુઆ અને બારબુડાએ પોતાના પડોશી દેશ ડોમિનિકાને મેહુલ ચોક્સીને સીધા ભારત મોકલવા કહ્યુ છે. વળી, ડોમિનિકા તેને એંટીગુઆ મોકલવા પર વિચાર કરી રહ્યુ છે. આ તરફ ભારત સરકાર મેહુલ ચોક્સીને પાછો લાવવાની કોશિશમાં લાગ્યુ છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં 13 હજાર 500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મેહુલ ચોક્સી આરોપી છે. મેહુલ ચોક્સી રવિવાર(23 મે)ના રોજ એંટીગુઆ અને બારબુડાથી ગુમ થઈ ગયો હતો.

વકીલનો દાવો - મેહુલ ચોક્સીને મારવામાં આવ્યા છે

ડોમિનિકામાં મેહુલ ચોક્સીના વકીલ વેન માર્શે પહેલા કહ્યુ હતુ કે તેમને તેમના ક્લાયન્ટ સુધી પહોંચવા દેવામાં નથી આવી રહ્યા. 27 મેના રોજ તેમને ચોક્સી સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વેન માર્શે એએનએઆઈને જણાવ્યુ કે, 'મે જોયુ કે તેને(મેહુલ ચોક્સી)ને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો, તેની આંખો સોજાઈ ગઈ હતી અને તેના શરીર પર ઘણી જગ્યાએ દાઝી ગયેલાના નિશાન હતા. તેણે મને જણાવ્યુ કે એંટીગુઆના જૉલી હાર્બરમાં તેનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ અને એ લોકો દ્વારા ડોમિનિકા લાવવામાં આવ્યો હતો જેને તે ભારતીય અને એંટીગુઆની પોલિસ માનતો હતો. તેને કિડનેપ કરીને એક જહાજ પર લઈ જવામાં આવ્યો હતો જે લગભગ 60-70 ફૂટ લાંબો હતો.'

ડોમિનિકા પોલિસ કસ્ટડીમાં છે મેહુલ ચોક્સી

મેહુલ ચોક્સીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા બાદ ડોમિનિકામાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ડોમિનિકા પોલિસે પુષ્ટિ કરી છે કે મેહુલ ચોક્સી હજુ પણ કસ્ટડીમાં છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યુ હતુ કે અમારી કાનૂની ટીમે ડોમિનિકામાં હીબિયસ કૉર્પસ અરજી દાખલ કરી છે જેથી ચોક્સીને કાનૂની મદદ આપી શકાય.

મેહુલ ચોક્સીને ભારત મોકલોઃ એંટીગુઆ- બારબુડાના પ્રધાનમંત્રી

સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ એંટીગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને ડોમિનિકાથી મેહુલ ચોક્સીને સીધા ભારત મોકલવાની વાત કહી છે. પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યુ છે કે અમે ડોમિનિકાને કહ્યુ છે કે તેને(મેહુલ ચોક્સી) એંટીગુઆને પ્રત્યાર્પિત ન કરે. તેને ભારત પાછા આવવાની જરૂર છે. જ્યાં તેની સામે ઘણા નોંધાયેલા છે. જો કે એંટીગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને એ પણ કહ્યુ કે છેવટે આ ડોમિનિકાની સરકારનો સંપ્રભુ નિર્ણય છે કે તે મેહુલ ચોક્સીને કયા દેશમાં પ્રત્યાર્પિત કરે છે, જ્યાં સુધી કે અદાલત આ મામલે કોઈ નિર્દેશ ન આપે.

MORE MEHUL CHOKSI NEWS  

Read more about:
English summary
Caribbean Supreme Court stays repatriation of fugitive diamantaire Mehul Choksi
Story first published: Friday, May 28, 2021, 9:30 [IST]