દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ ગત 24 કલાકમાં દેશમાં કોરોનાવાયરસના 2,11,298 નવા કેસ મળ્યા છે, જ્યારે આ દરમિયાન 3847 દર્દીઓના મોત થયાં છે. જ્યારે પાછલા એક દિવસમાં કોરોનાવાયરસના 2,83,135 દર્દી સાજા થઈ પોતાના ઘરે પહોંચી ગયા છે. આ નવા આંકડા સાથે દેશમાં કોરોનાવાયરસના કેસ વધીને 2 કરોડ 73 લાખ 69 હજાર 93 થ ગયા છે અને સાજા થનાર દર્દીની સંખ્યા 2 કરોડ 46 લાખ 33 હજાર 951 થઈ ગઈ છે. કોરોનાવાયરસને કારણે અત્યાર સુધી 3,15,235 લોકોના જીવ ચાલ્યા ગયા છે.
રિકવરી રેટ વધીને 90 ટકા થયો
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ સતત તેજીથી સાજા થઈ રહેલા કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને 90 ટકાથી ઉપર ચાલ્યો ગયો છે. જ્યારે કોરોનાવાયરસના પોઝિટિવિટી રેટમાં પણ ગિરાવટ આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ હાલ કોરોનાવાયરસનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 10.93 ટકા છે. જ્યારે કોરોનાના દૈનિક પોઝિટિવિટી રેટ 9.79 ટકા છે, જે સતત ત્રીજા દિવસે 10 ટકાથી નીચે નોંધાયો છે.
એક્ટિવ કેસ ઘટીને 24,19,907 થયા
રિકવરી રેટ વધાના કારણે દેશમાં હવે કોરોનાવાયરસના એક્ટિવ કેસ ઘટીને 24 લાખ 19 હજાર 907 થઈ ગયા છે. પાછલા એક દિવસમાં કોરોનાવાયરસના એક્ટિવ મામલામાં 75668ની ગિરાવટ આવી છે. આની સાથે જ વિવિધ રાજ્યોમાં કોરોનાવાયરસ સામે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 20 કરોડ 26 લાખ 95 હજાર 874 ડોઝ આપી દેવાયા છે. બીજી તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે દેશમાં 26 મે સુધી કોરોનાવાયરસના કુલ 33 કરોડ 69 લાખ 69 હજાર 352 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યાં છે, જેમાંથી 21 લાખ 57 હજાર 857 ટેસ્ટ એક દિવસમાં થયા છે.