હવામાન વિભાગનું એલર્ટ
જણાવી દઈએ કે એલર્ટ જાહેર કરતાં લખનઉના આંચલિક મોસમ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચક્રવાતી વાવાઝોડું યાસની અસર ગુરુવારથી પૂર્વાંચલના જિલ્લાઓમાં જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જેપી ગુપ્તા મુજબ 27 અને 28 મેના રોજ ઉત્તર પ્રદેશના પૂર્વી ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં પૂર્વાંચલની સાથોસાથ તરાઈના પણ કેટલાય જિલ્લા સામેલ છે. વરસાદની સાથોસાથ આ જિલ્લાઓમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની આશંકા છે.
હવામાન વિભાગ મુજબ 27 મેની સવારથી લઈ 28 મેની સવાર સુધી કુશીનગર, ગોરખપુર, દેવરિયા, બલિયા, મઉ અને ગાજીપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લાઓમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવું અનુમાન છે. જ્યારે સિદ્ધાર્થ નગર, બસ્તી, મહારાજગંજ, આંબેડકર નગર, જૌનપુર, આજમગઢ, વારાણસી, ભદોહી, ચંદૌલી, મિર્જાપુર અને સોનભદ્રમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
28 મેની સવારથી લઈ 29 મેની સવાર સુધી જે જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તે જિલ્લા છે શ્રીવાસ્તી, બલરામપુર, ગોંડા, સિદ્ધાર્થ નગર, સંત કબીર નગર, મહારાજગંજ, કુશીનગર, ગોરખપુર, દેવરિયા, બલિયા, આંબેડકર નગર, આજમગઢ અને મઉ. આ ઉપરાંત આ દિવસે જ બસ્તી, અયોધ્યા, સુલ્તાનપુર અને જૌનપુરમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે.
પ્રશાસન એલર્ટ મોડ પર, દેખરેખના આદેશ
હવામાન વિભાગના એલર્ટ બાદ જિલ્લા પ્રશાસને સામાન્ય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેની સાથે જ એડીએમ નાણા અને રાજસ્વ તથા આપદા પ્રભારીએ લેખપાલ, સેક્રેટરી વેગેર અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં દેખરેખ રાખવાના નિર્દેશ આપ્યા છે. એસડીએમ અને બીડીઓને પણ સતત દેખરેખ રાખવા કહેવામાં આવ્યું છે.