'અરેસ્ટ તો એમનો બાપ પણ નહિ કરી શકે સ્વામીને...' વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર રામદેવનો વીડિયો વાયરલ

|

નવી દિલ્લીઃ યોગ ગુરુ બાબા રામદાવે હાલમાં મેડિકલ સાયન્સ પર પોતાના નિવેદનો માટે વિવાદોમાં છે. બુધવારે(26 મે) સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં યોગ ગુરુ રામદેવ અધિકારીઓને તેમની ધરપકડ કરવા માટે પડકાર આપી રહ્યા છે. વાયરલ વીડિયોમાં બાબા રામદેવને કહેતા સાંભળી શકાય છે કે, 'કોઈના બાપમાં દમ નથી, જે બાબાને અરેસ્ટ કરી શકે.' જો કે વનઈન્ડિયા ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતુ. વીડિયો ક્યાં અને ક્યારનો છે તે વિશે કોઈ અધિકૃત માહિતી નથી. વીડિયો વાયરલ થયાના એક દિવસ પહેલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને(IMA) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને યોગ ગુરુ બાબા રામદેવને દેશદ્રોહ કાયદા હેઠળ કેસ નોંધાવાની માંગ કરી છે. બાબા રામદેવને એલોપેથિક દવાઓ અને કોવિડ-19 બિમારી સામે વેક્સીનની પ્રભાવકારિતા પર સવાલ ઉઠાવ્યો છે.
વાયરલ વીડિયોમાં બાબા રામદેવ શું કહી રહ્યા છે?

40 સેકન્ડના વાયરલ થયેલા વીડિયોમાં સ્વામી રામદેવને કહેતા સાંભળી શકાય છે કે, 'અરેસ્ટ તો એમનો બાપ પણ નથી કરી શકતો, સ્વામી રામદેવને. પરંતુ બૂમાબૂમ કરે છે, અરેસ્ટ કરો...કે અરેસ્ટ સ્વામી રામદેવ.. ક્યારેક કંઈક ચલાવી દે છે.. કે અરેસ્ટ રામદેવ, ઠગ રામદેવ, ક્યારેક મહા ઠગ રામદેવ, ક્યારેક ધરપકડ કરો રામદેવની, ચલાવતા રહે, ચલાવવા દો.' સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હેશટેગ #arrestbabaramdevના ટ્રેન્ડ થવા પર એક ઑનલાઈન મીટિંગ દરમિયાન રામદેવે આ વાત કહી છે. જો કે આની કોઈ પુષ્ટિ થઈ નથી. આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે વિશે કોઈ માહિતી મળી શકી નથી.

Ramdev challenges Modi Govt into arresting him, says "UNKA BAAP BHI ARREST NAHI KAR SAKTA"

Over to you, @narendramodi @AmitShah !!

pic.twitter.com/73qd8AVLZE

— Gaurav Pandhi (@GauravPandhi) May 25, 2021

ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ પણ બાબા રામદેવ પર કર્યો કટાક્ષ

ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ પોતાના ટ્વિટમાં બાબા રામદેવના વીડિયોમાં કહેલી વાતને પહેલા કોટ કરી છે જેમાં લખ્યુ છે, 'અરેસ્ટ તો કોઈનો બાપ પણ નથી કરી શકતો સ્વામી રામદેવને, સાચુ કીધુ તમે, રામકૃષ્ણ યાદવ. ભાઈ અને બાપ તો વિપક્ષને અરેસ્ટ કરવામાં વ્યસ્ત છે.'

MORE IMA NEWS  

Read more about:
English summary
Baba Ramdev's video goes viral on social media amid controversy said - 'Even his father can't arrest swami...'
Story first published: Thursday, May 27, 2021, 12:37 [IST]