નવી દિલ્લીઃ તૌકતે વાવાઝોડા બાદ હવે વાવાઝોડુ યાસ કાંઠાના વિસ્તારોમાં વિનાશ વેરવા માટે તૈયાર છે. હવામાન વિભાગે વાવાઝોડા યાસના આવતા 24 કલાકમાં વાવાઝોડુ બનવાની ઘોષણા કરી દીધી છે. યાસ બુધવારે બંગાળ અને ઓરિસ્સાના તટે દસ્તક દેશે. વાવાઝોડાના જોખમને જોતા લોકોએ સુરક્ષિત સ્થળોએ સ્થાનાંતરણ કરવાનુ શરૂ કરી દીધુ છે.
વળી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રભાવિત લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને દરેક સંભવ મદદ આપવા માટે અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ, 'વાવાઝોડુ યાસ બંગાળની ખાડીથી બંગાળ અને ઓરિસ્સા તરફ આગળ વધી રહ્યુ છે. હું કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રભાવિત લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ મદદ આપવાની અપીલ કરુ છુ. કૃપા કરીને બધા સાવચેતીના ઉપાયોનુ પાલન કરો.'
વાવાઝોડા યાસથી બચવા માટે લોકોએ સુરક્ષિત સ્થળે સ્થળાંતર શરૂ કરી દીધુ છે. વળી, અમિત શાહે સોમવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પ્રભાવિત થનારા રાજ્યોને દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો છે. તેમણે બંગાળ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓને વાવાઝોડા સામે લડવાની તૈયારીઓનુ મૂલ્યાંકન કર્યુ. તેમણે બેઠક દરમિયાન કહ્યુ કે વાવાઝોડાના નિરીક્ષણ માટે બનેલ કંટ્રોલ રૂમ 24 કલાક કામ કરતો રહેશે. લોકો કંટ્રોલ રૂમમાં સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.
એનડીઆરએફની ટીમો કરવામાં આવી તૈનાત
વાવાઝોડા યાસથી નિપટવા માટે એનડીઆરએફની 149 ટીમે તૈયાર કરવામાં આવી છે. આમાંથી 52 ટીમો ઓરિસ્સા અને 35 ટીમો બંગાળમાં તૈનાત કરવામાં આવી છે. કુલ મળીને 99 ટીમો તટીય ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવી છે અને બાકીની ટીમોને દેશના અલગ અલગ 2 ભાગોમાં સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.
#CycloneYaas is moving towards Bengal and Odisha from the Bay of Bengal.
— Rahul Gandhi (@RahulGandhi) May 25, 2021
I appeal to Congress workers to provide all assistance ensuring safety of those affected.
Please follow all precautionary measures. pic.twitter.com/UaGi9PkcT2