હું બોલુ છુ તો કહે છે બાબા કેમ બોલે છે?
સોશિયલ મીડિયા પર બાબા રામદેવના એક પછી એક ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે આધુનિક ચિકિત્સાની મજાક બનાવતા દેખાઈ રહ્યા છે. મોટાભાગના વીડિયો ક્લિપ જનતા સાથે રામદેવના યોગ પ્રદર્શન દૈનિક કાર્યક્રમ છે. આ વીડિયોમાં યોગ ગુરુ રામદેવ દર્શકોના એક સભ્યને વાયરસ સામે ફેફસાને મજબૂત કરવામાં યોગના અભ્યાસના ગુણો વિશે સલાહ આપતા દેખાય છે. વીડિયોમાં એક છોકરી કહે છે કે તેના પિતાના ફેફસાનુ ઈન્ફેક્શન અનુલોમ-વિલોમ કરવાથી સારુ થઈ ગયુ છે. જેના જવાબમાં બાબા રામદેવ કહે છે, 'હવે બોલો.. જો તમે પોતાના પિતાને હોસ્પિટલમાં લઈ જાત તો ખબર છે ને તે ક્યાં પહોંચી જતા. હવે હું બોલુ છુ તો કહે છે બાબા કેમ બોલે છે? હવે કહો 10 હજારથી વધુ ડૉક્ટર તો વેક્સીનનો ડબલ ડોઝ લઈને કોવિડથી મરી ગયા. 10 હજારથી વધુ.'
|
એક અન્ય વીડિયોમાં પણ ઉડાવી ડૉક્ટરોની મજાક
એક અન્ય વાયરલ વીડિયોમાં રામદેવને ફરીથી ડૉક્ટરોની મજાક ઉડાવતા અને કોવિડ-19 વેક્સીનની પ્રભાવશાળીતાનો ઉપહાસ કરતા સાંભળી શકાય છે. બાબા રામદેવ કહે છે, 'વેક્સીનનો બીજો ડોઝ મળ્યા બાદ પણ 1 હજાર ડૉક્ટરોના મોત થઈ ગયા છે. જો તે ખુદને ન બચાવી શક્યા કયા પ્રકારના ડૉક્ટર છે?' વીડિયોમાં રામદેવ આગળ કહે છે, 'જો તમે ડૉક્ટર બનવા માંગતા હોય તો સ્વામીની જેમ બનો જેમની પાસે કોઈ ડિગ્રી નથી પરંતુ તે બધાના ડૉક્ટર છે. કોઈ ડિગ્રી વિના, દિવ્યતા અને ગરિમા સાથે હું એક ડૉક્ટર છુ.'
|
સાત ડૉક્ટરોએ વાયરસ સામે રસી મૂકાવી
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યુ હતુ કે કોવિડ-19ની બીજી લહેરના કારણે દેશભરમાં 244થી વધુ ડૉક્ટરોના મોત થઈ ગયા પરંતુ આમાંથી માત્ર સાત ડૉક્ટરોએ વાયરસ સામે રસી મૂકાવી હતી.