ભુવનેશ્વરઃ ઓરિસ્સા-આંધ્ર પ્રદેશ બૉર્ડર પાસે સિલેરુ નદીમાં નાવ પલટી જવાથી 8 પ્રવાસી મજૂરો ગુમ થઈ ગયા છે. જ્યારે એક શબને જપ્ત કરવામાં આવ્યુ છે. ઓરિસ્સાના ચિત્રકોંડા પોલિસ સ્ટેશનની હદની અંદર આ ઘટના બની છે. ઓરિસ્સામાં ચિત્રકોંડા પોલિસ સ્ટેશનની સીમામાં સિલેરુ નદીમાં નાવ પલટી છે જેમાં 8 લોકો ગુમ થઈ ગયા છે અને એક શબને મેળવી લેવાયુ છે. વિસ્તારમાં શોધ અને બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં નાવ કેમ પલટી તે વિશે કોઈ માહિતી સામે આવી નથી.
વિશાખાપટ્ટનમના એસપી બીવી કૃષ્ણ રાવે આ વાતની પુષ્ટિ કરી છે. એસપી બીવી કૃષ્ણા રાવે કહ્યુ છે કે ચિત્રકોંડા પોલિસ સ્ટેશનની સીમામાં સિલેરુ નદીમાં નાવ પલટવાથી 8 લોકો ગુમ થયા છે. તેમને શોધવા માટે બચાવ ટીમ કામ કરી રહી છે.