નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેર હજુ સુધી સંપૂર્ણપણે ખતમ પણ નથી થઈ કે બ્લેક ફંગસ નામની નવી આફત વધી રહી છે. સોમવારે ભારત સરકારના ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની બેઠક થઈ. જેમાં કોરોના મહામારી અને તેની રોકથામ માટે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં બધાએ મ્યૂકોરમાઈકોસિસ પર પણ ચિંતા વ્યક્ત કરી. ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ડૉ. હર્ષવર્ધને આની સાથે જોડાયેલી ઘણી મહત્વની માહિતીઓ આપી.
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 5424 નવા કેસ સામે આવ્યા છે. આ કેસ 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. આમાંથી 4556 દર્દી એવા છે જે કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. સાથેજ 55 ટકા દર્દીઓને ડાયાબિટીઝ હતો. હાલમાં ગુજરાત સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે જ્યાં 2165 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 1188, ઉત્તર પ્રદેશમાં 663, મધ્ય પ્રદેશમાં 519, હરિયાણામાં 339, આંધ્ર પ્રદેશમાં 248 કેસ નોંધવામાં આવ્યા છે.
કોરોના પર આરોગ્ય મંત્રીએ કહ્યુ કે દેશના 16 રાજ્યોમાં પૉઝિટિવિટી રેટ ઘણો વધુ છે. આ રાજ્ય છે - કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, પુડુચેરી, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને લક્ષદ્વીપ. વળી, દેશમાં છેલ્લા 24 કલાકમાં 4454 દૂર્ભાગ્યપૂર્ણ મોત થયા જેમાં સૌથી વધુ 1320 મોત મહારાષ્ટ્રમાં થયા. ત્યારબાદ કર્ણાટકમાં 624, તમિલનાડુમાં 422 અને ઉત્તર પ્રદેશમાં 231 મોત નોંધવામાં આવ્યા છે.