Cyclone Yaas: દિલ્લી સહિત આ રાજ્યોમાં વાવાઝોડાની સંભાવના, 27 જિલ્લામાં ભારે વરસાદનુ એલર્ટ

|

નવી દિલ્લીઃ વાવાઝોડુ 'યાસ' ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. આઈએમડીએ ચેતવણી આપી છે કે આજે આ વાવાઝોડુ અતિ ભીષણ સ્વરૂપે બંગાળ-ઓરિસ્સાના કાંઠા તરફ આગળ વધશે. આના કારણે અહીં ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે પરંતુ આ વાવાઝોડાની અસર દેશના બીજા રાજ્યો પર પણ પડવાની છે અને આના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને ઘણી જગ્યાએ વાવાઝોડુ આવવાની સંભાવના છે.

દિલ્લીમાં ધૂળ ભરેલી આંધી

વિભાગે કહ્યુ છે કે કેરળ, તમિલનાડુ, દક્ષિણ કર્ણાટકમાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. વળી, રાજસ્થાન સાથે-સાથે દિલ્લી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢમાં ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. હવામાન વિભાગે વાવાઝોડા 'યાસ'ને ગંભીર વાવાઝોડાની કેટેગરીમાં રાખ્યુ છે. વાવાઝોડાની ગતિ 25થી 30 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.

યુપીના 27 જિલ્લામાં એલર્ટ જારી

મુરાદાબાદ, બિજનૌર, અમરોહા, સંભલ, બદાયું, કાસગંજ, બહરાઈચ, બારાબંકી, ગોંડા, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી, અયોધ્યા, અમેઠી, સુલતાનપુર, જૌનપુર, આંબેડકરનગર, આઝમગઢ, મઉ, ગાઝીપુર, બલિયા, દેવરિયા, સંત કબીર નગર, મહરાજગંજ અને કુશીનગર જનપદને એલર્ટ કરવામાં આવ્યા છે. અહીં વાવાઝોડુ આવવાના અણસાર છે. વળી, સ્કાઈમેટ વેધર રિપોર્ટે કહ્યુ છે કે આજ સુધી બંગાળની ખાડીમાં વાવાઝોડા 'યાસ' બની જશે કે જે ઘણુ શક્તિશાળી હશે અને 26 મેએ તે બંગાળ અને ઓરિસ્સાના તટ પર દસ્તક દેશે અને તે અહીં ભારે વિનાશ કરી શકે છે. આ જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.

ઘણા રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના

વાવાઝોડાની અસર બીજા રાજ્યો પર પણ થશે જેમાં નૉર્થ-ઈસ્ટ ભારત, સિક્કિમ, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સામાં ભારે વરસાદ થઈ શકે છે. વળી, પશ્ચિમ બંગાળમાં બિહાર અને ઝારખંડના અલગ અલગ ભાગો, રાજસ્થાન, તેલંગાના, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાના અણસાર છે. દિલ્લીમાં આવતા 3 દિવસ સુધી ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં રવિવારે પણ ધૂળ ભરેલી આંધી આવી હતી જેનાથી દ્રશ્યતા ઘણી ઓછી થઈ ગઈ હતી.

MORE DELHI NEWS  

Read more about:
English summary
Heavy rain alert in UP, West bengal and Odisha, dust storm expected in Delhi and Rajasthan beacuse of Cyclone Yaas: IMD.
Story first published: Monday, May 24, 2021, 9:08 [IST]