કોરોનાવાયરસ વેક્સીનને લઈ નીતિ આયોગના સભ્ય ડૉ વી કે પૉલે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહેલ મફતમાં વેક્સીનના પ્રાથમિકતા હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. જ્યારે 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોને વેક્સીનેટ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. નીતિ આયોગના સભ્ય ડૉ વી કે પોલે શનિવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ વાત કહી છે. દિલ્હી સહિત કેટલાય રાજ્યોએ 18 વર્ષથી 44 વર્ષના લોકોને વેક્સીનેટ ના કરી શકવાનું કારણ વેક્સીનની કમી જણાવ્યું છે. હાલ કેટલાય સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. એવામાં વી કે પોલે કહ્યું કે ભારત સરકાર રાજ્યોને જે વેક્સીન મફતમાં આપે છે તે રાજ્ય પ્રાયોરિટી ગ્રુપ, જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો, હેલ્થ કેર વર્કર્સ અને ફ્રંટ લાઈન વર્કર્સ સામેલ છે, તેમને જ આપવામાં આવે છે.
નીતિ આયોગના સભ્ય ડૉ વી કે પોલે કહ્યું કે રાજ્ય સરકાર સીધા વેક્સીન નિર્માતા કંપનીઓ પાસેથી જે વેક્સીન ખરીદી રહી છે, તે તેનો ઉપયોગ કયા વર્ગો માટે કરે છે, આ તેમનો ફેસલો છે. માટે હાલ 18થી 44 વર્ષના લોકોને કોરોના વેક્સીન આપવાની જવાબદારી રાજ્ય સરકારો પર છે. વીકે પોલે કહ્યું કે ભારતમાં કુલ વેક્સીન પ્રોડક્શનના 50 ટકા ભારતની કેન્દ્ર સરકાર લે છે, જે રાજ્યોને મફતમાં અપાય છે.
તેમણે કહ્યું કે આને લઈ અમે બહુ સ્પષ્ટ છીએ કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા પહેલા કમજોર 45થી વધુ શ્રેણી વાળાઓને કવર કરવાની છે.
ભારતમાં કોરોના વેક્સીન અભિયાન અંતર્ગત 1 મેથી 18થી 44 વર્ષના લોકોને વેક્સીનેટ કરવામાં આવી રહ્યા છે. આના માટે રાજ્ય સરકારે સીધી વેક્સીન નિર્માતા કંપનીઓ પાસેથી વેક્સીન ખરીદવી પડશે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કેન્દ્ર સરકાર રાજ્યોને મફતમાં વેક્સીન ઉપલબ્ધ કરાવી રહી છે. ભારતમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સીનેશન અભિયાન શરૂ થયું છે. દેશમાં અત્યાર સુદી 18 કરોડથી વધુ લોકોને વેક્સીનેટ કરવામાં આવ્યા છે.