‘એલોપૈથી સામે બાબા રામદેવના મનમાં કોઈ ખોટો ઈરાદો નથી’, IMAની નોટિસ પર પતંજલિએ સ્પષ્ટતા આપી
કોરોનાવાયરસની બીજી લહેર વચ્ચે યોગગુરુ બાબા રામદેવના એલોપૈથી વિરુદ્ધ આપેલ નિવેદનને લઈ વિવાદ ચાલુ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવના એલોપૈથી વાળા નિવેદન પર વાંધો ઉઠાવ્યા બાદ કાનૂની નોટિસ મોકલી છે. જે બાદ હવે પતંજલિ આયુર્વેદે આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે. હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે બાબા રામદેવની આ ટિપ્પણીનો ઈનકાર કર્યો અને તેમના નિવેદનનો તોડ-મરોડીને રજૂ કરાયું હોવાનો દાવો કર્યો. આઈએમએએ શનિવારે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી કે બાબા રામદેવની 'અજ્ઞાનતા ભરેલી' ટિપ્પણીને લઈ કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે કોરોના કાળ દરમિયાન બાબા રામદેવે એલોપૈથી દવાઓને 'મૂર્ખતાપૂર્ણ વિજ્ઞાન' ગણાવી લોકોને ભ્રમિત કર્યા છે. આઈએમએએ રામદેવને કાનૂની નોટિસ મોકલી લેખિત માફી માંગવા અને નિવેદન પરત લેવાની માંગ કરી છે.

પતંજલિએ નિવેદન જાહેર કરી શું કહ્યું
આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતાં પતંજલિ યોગપીઠે કહ્યું કે બાબા રામદેવનો કથિત વીડિયો સંપાદિત કરાયો છે. તેને એડિટ કરી ખોટી રીતે નિવેદન ચલાવવામાં આવી રહ્યાં છે. જ્યારે હકીકતમાં સ્વામીજીએ કંઈક બીજી જ વાત કહી છે.
પતંજલિ યોગપીઠના મહાસચિવ આચાર્ય બાલકૃષ્મ દ્વારા હસ્તાક્ષરિત નિવેદનમાં કહેવામાં આવ્યું કે સ્વામીજીની આધુનિક વિજ્ઞાન અને આધુનિક ચિકિત્સા (એલોપૈથી)ના સારા ચિકિત્સકો અને તેમના વિજ્ઞાન પ્રત્યે કોઈ ખોટો ઈરાદો નથી. તેમની સામે લગાવવામાં આવેલો આરોપ ખોટો અને નિરર્થક છે.

એલોપૈથીને લઈ બાબા રામદેવે શું નિવેદન આપ્યું હતું
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનો હવાલો આપતાં આઈએમએએ કહ્યું કે રામદેવે એલોપૈથીને મૂર્ખતાપૂર્ણ વિજ્ઞાન કહ્યું છે. આઈએમએએ કહ્યું કે રામદેવે કહ્યું છે કે કોરોનાકાળમાં એલોપૈથી દવાઓ લીધા બાદ લાખોની સંખ્યામાં દર્દીઓના મોત થયાં છે.

ફરિયાદ કરી
દિલ્હી મેડિકલ એસોસિએશને બાબા રામદેવ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લખ્યું કે, મહામારી દરમિયાન આ સંકટના સમયે ડૉક્ટર પોતાનો જીવ જોખમમાં નાખી, જે સંસાધન છે, તેમાં જ લોકોનો ઈલાજ કરવાની કોશિશ કરી રહ્યા છે, એવામાં બાબા રામદેવે અંગત હિત માટે મેડિકલ સાયન્સ અને મેડિકલ ધંધાનો મજાક અને ધજ્જિયાં ઉડાવી છે.
I am 24,posted in ICU,with 8-10 new mucormycosis cases daily,heavy viral load,risking our lives to save patients & then we see the comments like Baba Ramdev,so much depressing.
— Medicogirl (@nikita__panwar) May 22, 2021
We are not money minded like you baba,
We are paid only 12k/month
Have some shame!#ArrestQuackRamdev pic.twitter.com/fYUN7yyhzH