નવી દિલ્લીઃ કોરોના વેક્સીનની કમીના કારણે રાજધાની દિલ્લીમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનુ રસીકરણ અભિયાન રોકી દીધુ છે. શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આની અધિકૃત ઘોષણા કરી દીધી છે. મુખ્યમંત્રીએ એક વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે દિલ્લીમાં 18+ લોકો માટે જે વેક્સીનનો સ્ટૉક હતો તે ખતમ થઈ ગયો છે માટે હવે અમે વેક્સીનેશન સેન્ટર બંધ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમુક સેન્ટર્સ પર રસી ઉપલબ્ધ છે જેને આજે લગાવી દેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લીમાં કોવેક્સીનના સેન્ટર પહેલેથી જ બંધ કરવામાં આવી ચૂક્યા છે. હવે 18+ની શ્રેણી માટે કોવિશીલ્ડની કમી પણ દિલ્લીમાં જોવા મળી રહી છે જેના કારણે સરકારે બધા સેન્ટર્સ બંધ કર્યા છે. અત્યારે હાલમાં દિલ્લામાં માત્ર 45+ વાળાને જ વેક્સીનનો ડોઝ મળશે. અરવિંદ કેજરીવાલે આ દરમિયાન કેન્દ્ર સરકારને વેક્સીન મોકલવાની અપીલ પણ કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે કેન્દ્રએ યુવાનો માટે જેટલી પણ રસી મોકલી હતી તે બધી ખતમ થઈ ગઈ હતી.
Vaccination for the 18+ category halted in Delhi from today. Vaccine stock for this category has been consumed. Due to this, their vaccination centres have been shut. Only a few vaccines are available at some centres which will be administered today: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/rC96M5ZvS6
— ANI (@ANI) May 22, 2021
દિલ્લીને મેમાં મળી માત્ર 80 લાખ વેક્સીનઃ કેજરીવાલ
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે વેક્સીનની કમીનો મુદ્દો ફરીથી ઉઠાવ્યો. કેજરીવાલે કહ્યુ કે દિલ્લીને દર મહિને 80 લાખ વેક્સીનનો ડોઝની જરૂરત છે પરંતુ અમને મે મહિનામાં માત્ર 16 લાખ વેસ્કીન આપવામાં આવી છે અને જૂન માટે કેન્દ્રએ દિલ્લીનો કોટા સાવ ઓછો કરી દીધો છે. જૂનમાં અમને માત્ર 8 લાખ વેક્સીન આપવામાં આવશે. કેજરીવાલે કહ્યુ કે જો દર મહિને 8 લાખ વેક્સીન મળે તો દિલ્લીના યુવાનોને અમને રસી મૂકવામાં 2 વર્ષથી વધુનો સમય લાગી જશે.