નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેરમાં દેશમાં 400થી વધુ ડૉક્ટરોના જીવ જતા રહ્યા છે. શનિવારે ઈન્ડિયન મેડકિલ એસોસિએશન(IMA)એ આ અંગે માહિતી આપી છે. IMAએ જણાવ્યુ કે કોવિડની બીજી લહેરમાં દેશમાં 420 ડૉક્ટરોના જીવ જતા રહ્યા છે. વળી, ડૉક્ટર્સ એસોસિએશને જણાવ્યુ છે કે એકલા દિલ્લીમાં કોરોનાની બીજી લહેરની અંદર 100 દર્દીઓના મોત થઈ ગયા છે. આ આખા દેશની સૌથી વધુ સંખ્યા છે. દિલ્લી બાદ બિહારનો નંબર આવે છે જ્યાં 96 ડૉક્ટરોની જીવ જતા રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ડૉક્ટરોના મોત
આઈએમએના આંકડા મુજબ દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોનાની બીજી લહેરમાં 41 ડૉક્ટરોના મોત થઈ ગયા છે જ્યારે ગુજરાતમાં 31 અને મહારાષ્ટ્રમાં 15 મોત રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં 26, આસામમાં 3, છત્તીસગઢમાં 3, હરિયાણામાં 3, ગોવામાં 2, જમ્મુ કાશ્મીરમાં 3, કર્ણાટકમાં 8, કેરળમાં 4, મધ્ય પ્રદેશમાં 13, ઓરિસ્સામાં 16,પશ્ચિમ બંગાળમાં 16, પુડુચેરી અને પંજાબમાં 1-1 ડૉક્ટરોના મોત થઈ ગયા છે.
પહેલી લહેરમાં વધુ મોત થયા હતા ડૉક્ટરોના
તમને જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેરના મુકાબલે પહેલી લહેરમાં જીવ ગુમાવનાર ડૉક્ટરોની સંખ્યા વધુ હતી. કોરોનાની પહેલી લહેરમાં 747 ડૉક્ટરોના જીવ જતા રહ્યા હતા. IMAના આંકડા મુજબ કોરોનાની પહેલી લહેરમાં સૌથી વધુ ડૉક્ટરોના મોત તમિલનાડુમાં થયા હતા. ત્યાં 91 ડૉક્ટરોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં 81 ડૉક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા. પશ્ચિમ બંગાળના 71, આંધ્ર પ્રદેશના 70, આસામના 20, બિહારના 38, ચંદીગઢ અને છત્તીસગઢના 8-8, ગોવા, મણિપુર અને જમ્મુ કાશ્મીરના 3-3, ગુજરાતના 62 અને દિલ્લીના 23 ડૉક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા. કર્ણાટકથી 68, હિમાચલ પ્રદેશથી 2, ઝારખંડથી 19, કેરળથી 4, મધ્ય પ્રદેશથી 22, મેઘાલય અને ત્રિપુરાથી 1-1, પુડુચેરીથી 2, ઓરિસ્સા અને હરિયાણાથી 14-14, પંજાબથી 20, રાજસ્થાનથી 17, તેલંગાનાથી 12, ઉત્તરાખંડથી 5 અને ઉત્તર પ્રદેશથી 65 હતા.