મુંબઈઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે ઘણી બીજી બિમારીઓએ સરકારની ચિંતા વધારી દીધી છે. એક તરફ કોરોનાથી રિકવર થનાર દર્દીઓમાં બ્લેક ફંગસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે ત્યાં બીજી તરફ બાળકોની અંદર એક નવી બિમારીનુ સંક્રમણ દેખાવા લાગ્યુ છે. આ સંક્રમણના કેસ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે વિશેષજ્ઞોએ પહેલા જ કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી દીધી હતી, જે બાળકોને બાળકોને સૌથી વધુ પ્રભાવિત કરી શકે છે પરંતુ ત્રીજી લહેર આવતા પહેલા મહારાષ્ટ્રમાં બાળકો મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ નામની બિમારીની ચપેટમાં આવી રહ્યા છે.
2થી 12 વર્ષના બાળકોમાં દેખાઈ રહ્યા છે આ બિમારીના લક્ષણ
માહિતી મુજબ આ બિમારી એ બાળકોને શિકાર બનાવી રહી છે જેમના ઘરોમાં કોઈ કોરાનાથી રિકવર થયુ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ આ બિમારીથી સૌથી વધુ અસર અત્યારે નાગપુર, યવતમાલ, વાશિમ અને બુલઢાણામાં સૌથી વધુ જોવા મળી છે. અહીં 2થી 12 વર્ષના બાળકો આ બિમારીની ચપેટમાં આવી રહ્યા છે. આ ઉંમરના 6 બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. બાળ રોગ વિશેષજ્ઞ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના અધ્યક્ષ ડૉ. સંજીવ જોશીનુ કહેવુ છે કે જે પરિવારોમાં કોરોના સંક્રમણ ફેલાયુ છે તેમના કોવિડ એંટીબૉડીનુ નિર્માણ થઈ શકે છે જેનાથી એમઆઈએસ-સી થઈ શકે છે માટે ડૉક્ટરો કહે છે કે જે પરિવારો કોરોનાથી રિકવર થયા છે તેમણે એ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે તેમના બાળકોમાં આ બિમારીના લક્ષણ આવ્યા છે કે નહિ.
બાળકોમાં આ બિમારીના આ છે લક્ષણ
ડૉક્ટરોનુ કહેવુ છે કે બાળકોમાં આ બિમારીના લક્ષણ કાવાસાકી બિમારીની જેમ હોય છે. બાળકોમાં આ બિમારીમાં લક્ષણમાં તાવ, સોજો, શ્વાસ લેવામાં મુશ્કેલી, પેટમાં દુઃખાવો અને ચામડીમાં વાદળી થઈ જવી વગેરે હોય છે. પરિવારજનોએ એ ધ્યાન રાખવુ જોઈએ કે આ લક્ષણોને બિલકુલ નજરઅંદાજ ન કરવા, ભલે બાળકોનો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવ્યો હોય. ડૉક્ટર્સ પરિવારજનોને પણ એ જ સલાહ આપે છે કે તે કોરોનાથી રિકવર થયાના એક મહિના પછી સુધી સતર્ક રહે.