મુંબઈઃ વાવાઝોડા 'તૌકતે' દરમિયાન ડૂબી ગયેલ Barge P-305 બાબતે મુંબઈ પોલિસે મોટી કાર્યવાહી કરી છે. તેણે ઘટનામાં થયેલી મોત માટે બાર્જના કેપ્ટન રાકેશ વલ્લભ સહિત અન્ય લોકો સામે બિન-ઈરાદાપાત્ર હત્યાનો કેસ નોંધ્યો છે. મુંબઈ પોલિસે આ FIR બાર્જ પર હાજર એન્જિનિયર મુસ્તફિજુર રહેમાન શેખની ફરિયાદ પર નોંધી છે. તમને જણાવી દઈએ કે ભારતીય નૌકાદળનુ રેસ્ક્યુ ઑપરેશન હજુ પણ ચાલુ છે. ગુરુવારે સાંજ સુધી 49 શબને મેળવી લેવામાં આવ્યા છે.
શું છે મામલો
વાસ્તવમાં વાવાોઝોડા 'તૌકતે' ના કારણે મુંબઈ પાસે અરબ સાગરમાં જહાજ બાર્જ P-305 ડૂબી ગયુ હતુ. જેમાં હાજર 261 લોકોમાંથી 188ને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ બાકીના લોકો હજુ ગુમ છે જેમાંથી 49 લોકોના શબ મળી આવ્યા છે. નૌકાદળે નિવેદન જારી કરીને જણાવ્યુ છે કે તટરક્ષક દળની એક ટૂકડી અરબ સાગરમાં રેસ્ક્યુ ઑપરેશન ચલાવી રહી છે. શબો અને બચાવી લેવાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે INS કોલકત્તા મુંબઈ પહોંચી ચૂક્યુ છે.
શું છે કેપ્ટન પર આરોપ
મુંબઈ પોલિસે કેપ્ટન સહિત અન્ય લોકો પર કેસ નોંધ્યો છે. પોલિસે 304(2) ઉપરાંત ઘણી અન્ય કલમોમાં આ કાર્યવાહી કરી છે. આ બધા પર આરોપ છે કે હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયાબાદ પણ કેપ્ટન વલ્લભે બાર્જ પી-305ના કર્મીઓની સુરક્ષા પર ધ્યાન આપ્યુ નહોતુ અને તેની અનદેખીના કારણે આ ઘટના ઘટી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય નેવીના ઑપરેશનની માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી છે.
નવાબ મલિકે પણ લગાવ્યો હતો આરોપ
આ ઘટના માટે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે ઓએનજીસીને જવાબદાર ગણાવ્યુ છે. મલિકે સરકારને માંગ કરી છે કે આના માટે જે પણ જવાબદાર છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને આરોપી સામે કલમ 304 હેઠળ કેસ નોંધીને સજા આપવામાં આવે. નવાબ મલિકે કહ્યુ કે જ્યારે હવામાન વિભાગે તૌકતે નુ એલર્ટ ત્રણ દિવસ પહેલા જાહેર કર્યુ હતુ તો ઓએનજીસીએ બેદરકારી કેમ કરી, આનો જવાબ હવે એ આપે.