કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ પૂર્ણ બહુમત મેળવી લીધો પરંતુ મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા. એવામાં 6 મહિનાની અંદર તેમણે ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચવુ જરૂરી છે નહિતર તેમના હાથમાંથી સીએમ પદની ખુરશી જતી રહેશે. એવામાં સમાચાર આવી રહ્યા છે કે સીએમ મમતા બેનર્જી પોતાની પારંપરિક સીટ ભવાનીપુરથી ચૂંટણી લડી શકે છે. માટે વર્તમાન ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાય પોતાનુ રાજીનામુ આપશે.
સૂત્રો મુજબ બંગાળની 5 સીટો પર હજુ ચૂંટણ બાકી છે પરંતુ ટીએમસીના મોટા નેતા ઈચ્છે છે કે મમતા બેનર્જી ત્યાંથી ના લડીને ભવાનીપુરમાં વાપસી કરે. એવામાં ટીએમસી સુપ્રીમોએ પણ ભવાનીપુરથી ચૂંટણી લડવા માટે મન બનાવી લીધુ છે. સૂત્રોએ આગળ જણાવ્યુ કે ત્યાંથી વર્તમાન ટીએમસી ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાય આજે પોતાનુ રાજીનામુ આપશે જેથી પેટાચૂંટણી થઈ શકે અને આ સીટથી સીએમ મમતાને ઉતારી શકાય.
શુભેન્દુના ચક્કરમાં ગઈ સીટ
વાસ્તવમાં ચૂંટણી પહેલા મમતા બેનર્જીની નજીક ગણાતા શુભેન્દુ અધિકારીએ બગાવત કરીને ભાજપનો પાલવ પકડી લીધો. સાથે જ ચેલેન્જ કરી કે તે નંદીગ્રામથી મમતા બેનર્જીને બંપર વોટોથી હરાવશે. મમતા બેનર્જીએ પણ ચેલેન્જ સ્વીકારીને પોતાની પારંપરિક સીટ ભવાનીપુર છોડી દીધી અને નંદીગ્રામ ચૂંટણી લડવા પહોંચી ગયા. અહીં શુભેન્દુનો દાવ સાચો બેઠો અને કાંટાની ટક્કરમાં મમતા બેનર્જી હારી ગયા.