પંજાબઃ મોગાના લંગિયાના ખુર્દ ગામ પાસે મિગ 21 વિમાન થયુ ક્રેશ, પાયલટ ગુમ

|

ચંદીગઢઃ પંજાબના મોગામાં મોડી રાતે 1 વાગે ફાઈટર જેટ મિગ 21 દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ મિગ 21 ઉડાન ભર્યા બાદ મોગા જિલ્લામાં લંગિયાના ખુર્દ ગામ પાસે ક્રેશ થયુ. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. એરફોર્સના અધિકારીઓ ઘટના સ્થળ પર છે. મીડિયા રિપોર્ટ મુજબ એર ટ્રેનિંગ સેશન દરમિયાન પાયલટ અભિનવે મિગ 21થી રાજસ્થાનના સૂરતગઢ માટે ઉડાન ભરી હતી પરંતુ એ પહેલા જ મોગામાં ક્રેશ થઈ ગયુ, જો કે હજુ સુધી કેપ્ટનની કોઈ ભાળ મળી નથી, તેની શોધ ચાલુ છે. આ અંગે ભારતીય વાયુસેનાના અધિકારીએ નિવેદન આપ્યુ છે કે પંજાબના મોગા પાસે કાલે મોડી રાતે ભારતીય વાયુસેનાનુ એક મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. દૂર્ઘટના વખતે વિમાન નિયમિત પ્રશિક્ષણ ઉડાન પર હતુ. અમે પાયલટને શોધી રહ્યા છે.

મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટના ગ્રસ્ત

એવુ નથી કે પહેલી વાર મિગ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હોય, આ પહેલા પણ મિગ ક્રેશ થવાના સમાચારો આવતા રહે છે. માર્ચ 2021માં જ ભારતીય વાયુસેનાનુ મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ જેમાં કેપ્ટનનો જીવ જતો રહ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં રાજસ્થાનના સૂરતગઢમાં વાયુસેનાનુ મિગ-21 બાઈસન ક્રેશ થયુ હતુ. એ વખતે ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

મિગ-21 ઈન્ડિયન એરફોર્સનુ બેકબોન કહેવાતુ

ઉલ્લેખનીય છે કે એક જમાનામાં જેટ મિગ 21ને ઈન્ડિયન એરફોર્સનુ બેકબોન કહેવામાં આવતુ હતુ પરંતુ હવે આ વિમાન જૂનુ થઈ ગયુ છે. અપગ્રેડ છતાં આ વિમાન ના તો વૉર માટે ફિટ છે અને ના ઉડાન માટે.

બાપરે! એન્ટાર્કટિકામાં 170 કિમી લાંબો આઇસબર્ગ ટૂટ્યો

ખાસ વાતો

MORE PUNJAB NEWS  

Read more about:
English summary
An Indian Air Force MiG-21 fighter aircraft crashed near Moga in Punjab late last night.
Story first published: Friday, May 21, 2021, 8:20 [IST]