કોરોના વિશે જિલ્લાધિકારીઓ સાથે બેઠકમાં શું બોલ્યા પીએમ મોદી - વેક્સીનની બરબાદી રોકવી પડશે

|

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 10 રાજ્યો 54 જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરી છે. પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં જિલ્લાધિકારીઓને કહ્યુ કે વેક્સીનની બરબાદીને રોકવી ખૂબ જરૂરી છે. તેમણે કહ્યુ કે એક વિષય વેક્સીન વેસ્ટેજનો પણ છે. એક પણ વેક્સીનનો વેસ્ટેજનો અર્થ છે કોઈ એક જીવનને જરૂરી સુરક્ષા કવચન આપવુ માટે વેક્સીન વેસ્ટેજ રોકવો જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે તમારા અનુભવોથી અમને નીતિઓ બનાવવામાં મદદ મળે છે. રસીકરણની રણનીતિમાં રાજ્યો પાસેથી મળતા સૂચનોને શામેલ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી 15 દિવસની રસીની ઉપલબ્ધતાની માહિતી રાજ્યોને આપવામાં આવી રહી છે. રસીકરણના મેનેજમેન્ટમાં તમને સૌને સરળતા થવાની છે.

તમારુ કામ હવે વધુ પડકારરૂપ

પ્રધાનમંત્રીએ જિલ્લાના ડીએમને કહ્યુ કે કોરોનાએ તમારા કામને પહેલેથી અનેક ગણુ પડકારરૂપ બનાવી દીધુ છે. આપણે ગામે-ગામ જઈને જાગૃતિ ફેલાવવાની છે. ગામોને કોરોનાથી મુક્ત રાખવાના છે અને લાંબા સમય સુધી હવે યુવાનો અને બાળકો માટે વધુ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે વધુ તૈયાર રહેવુ પડશે. પોતાના જિલ્લામાં યુવાનો અને બાળકોમાં થતુ સંક્રમણના આંકડા એકઠા કરીને તેના પર વિશ્લેષણ કરો.

નરેન્દ્રમોદીએ પોતાની વાત રજૂ કરીને કહ્યુ કે છેલ્લા અમુક સમયથી દેશમાં સક્રિય કેસ ઘટવાના શરૂ થયા છે પરંતુ તમે આ દોઢ વર્ષમાં આ અનુભવ કર્યો છે કે જ્યાં સુધી સંક્રમણ માઈનર સ્કેલ પર પણ હાજર હોય ત્યાં સુધી જોખમ ચાલુ રહે છે. જૂની મહામારીઓ હોય કે પછી આ સમય, દરેક મહામારીએ આપણને એક વાત શીખવી છે. મહામારી સાથે ડીલ કરવાની આપણી રીતોમાં નિરંતર ફેરફાર લાવવો ખૂબ જરૂરી છે.

'તૌકતે'ની અસરઃ કેદારનાથમાં હિમવર્ષા, જાન્યુઆરી જેવી ઠંડી'તૌકતે'ની અસરઃ કેદારનાથમાં હિમવર્ષા, જાન્યુઆરી જેવી ઠંડી

પીએમે જિલ્લાધિકારીઓને કહ્યુ કે જીવન બચાવવા સાથે-સાથે અમારી પ્રાથમિકતા જીવનને સરળ બનાવી રાખવાની પણ છે. ગરીબો માટે મફત રાશનની સુવિધા હોય, બીજી જરૂરી સપ્લાય હોય, કાળાબજારી પર રોક હોય, આ બધુ આ લડાઈને જીતવ માટે પણ જરૂરી છે અને આગળ વધવા માટે પણ જરૂરી છે. પ્રધાનમંત્રી મોદીએ છત્તીસગઢ, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પુડુચેરી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ રાજ્યોના 54 જિલ્લાઓ સાથે વાતચીત કરી છે. બે દિવસ પહેલા 18 મેએ પણ પીએમ મોદી નવ રાજ્યોના ફીલ્ડ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

MORE CORONAVIRUS NEWS  

Read more about:
English summary
PM Modi meeting with district officials of 10 states for coronavirus and vaccination pragramme
Story first published: Thursday, May 20, 2021, 14:00 [IST]