મુંબઈઃ વાવાઝોડા તૌકતેના વિનાશ બાદ અરબ સાગરમાં ડૂબેલા બાર્જ P305થી 26 શબોને કાઢવામાં આવ્યા અને 61 ગુમ લોકોની શોધ ચાલુ છે. ગુમ થયેલા લોકોમાંથી 26 લોકોના શબને અરબ સાગરમાંથી કાઢીને કાંઠા પર લાવવામાં આવ્યા છે અને તેમના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. બચાવ અભિયાનનુ નિરીક્ષણ કરી રહેલ ભારતીય નૌકાધલના કમાંડર અજય ઝાએ કહ્યુ કે શબોને બુધવારે (19 મે)ની સવારે કિનારે લાવવામાં આવ્યા અને ઔપચારિકતાઓ પૂરી કરવા માટે તેમને મુંબઈ બંદર પોલિસને સોંપી દેવામાં આવ્યા છે. આ બધા શબ મુંબઈ તટથી 50થી 60 નૉટિકલ મીલ્સમાં જોવા મળ્યા છે.
નૌકાદળના અધિકારીઓએ જણાવ્યુ કે ગુમ લોકોમાંથી P305 સવાર લગભગ 50 લોકો અને એક અન્ય પોત ટગ બોટ વરપ્રદા પર સવાર ઓછામાં ઓછા 11 લોકો શામેલ છે. નૌકાદળે કહ્યુ છે કે શોધ અભિયાન ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે.
રિપોર્ટ મુજબ મંગળવારનની સાંજ સુધી લગભગ 630 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પહેલા એ અંગેની માહિતી સામે આવી હતી કે બાર્જ P305 પર 273 લોકો સવાર હતા. પરંતુ ઓનએનજીસીએ બાદમાં કહ્યુ કે બાર્જ પર માત્ર 261 લોકો જ સવાર હતા. આ રેસ્ક્યુ મિશનમાં ઈન્ડિયન નેવીના 5 જહાજ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હેલિકૉપ્ટર્સ અને કોસ્ટ ગાર્ડઝની પણ મદદ લેવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી 90ના મોત, 1500 દર્દી સારવાર હેઠળ
ડીજી શિપિંગ અનુસાર બાર્જ પર સવાર બધા ક્રૂ મેમ્બર્સે લાઈફ જેકેટ્સ પહેર્યા છે. માટે એ આશા રાખવામાં આવી રહી છે કે જે પણ લોકો ગુમ છે તે સમુદ્રમાં ક્યાંકને ક્યાંક હશે. મુંબઈના કુલ 4 વેસલ્સ માટે હાલમાં 3 દિવસ સુધી સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન હજુ પણ ચાલુ રહેશે. આ ચારે વેસલ્સ બૉમ્બે હાઈમાં ઓએનજીસીના એક ઑફશોર પ્લેટફૉર્મ્સને ઠીક કરવામાં લાગ્યા હતા.