વાવાઝોડાની અસર યુપીમાં ચાલુ રહેશે
વળી, વાવાઝોડાની અસર યુપીમાં ચાલુ રહેશે અને અહીં ભારે વરસાદ થવાના અણસાર છે. જ્યારે ઉત્તરાખંડ પર પણ આની એક દિવસની અસર રહેશે જેના કારણે ઉત્તરાખંડમાં વધુ એક દિવસ ભારે વરસાદ થશે.
ઉત્તરાખંડમાં રેડ એલર્ટ
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં રેડ એલર્ટ આપેલુ છે. અહીંના બદરીનાથ અને કેદારનાથ ધામમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ, દહેરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ, પૌડી, બાગેશ્વર, નૈનીતાલ, હરિદ્વારમાં ભારે વરસાદની સંભાવના છે.
ન્યૂઝીલેન્ડ હાઈકમિશનમાં કાર્યરત ભારતીયનુ કોરોનાથી નિધન
યુપીના આ શહેરોમાં થઈ શકે છે વરસાદ
વળી, યુપીના પીલીભીત, બરેલી, રામપુર, મુરાદાબાદ, અમરોહા, બિજનૌર અને સહારનપુરમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે લખનઉ, રાયબરેલી, પ્રતાપગઢ, પ્રયાગરાજ અને સુલતાનપુર, વારાણસીમાં પણ હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વોત્તર રાજસ્થાન અને ઉત્તરી મધ્ય પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.