મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસનો કહેર
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, આપણે બ્લેક ફંગસના કેસ રોકવા માટે કોવિડના ઈલાજમાં અંધાધુંધ સ્ટેરૉયડના ઉપયોગથી બચવું જોઈએ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે હાલમાં લગભગ 1500 દર્દીઓ મ્યૂકરમાઈકોસિસથી પીડિત છે. મ્યૂકરમાઈકોસિસને લઈ આગલા 10 દિવસ અતિ મહત્વપૂર્ણ છે અને માટે રાજ્ય દ્વારા એમ્ફોટેરિસિન-બી ઈંજેક્શન વહેંચવાની માંગ કરવામાં આવી શકે છે, જે મ્યૂકરમાઈકોસિસના ઈલાજમાં એક જીવન રક્ષક દવા છે. રાજેશ ટોપેએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર મહાત્મા જોયતિરાવ ફુલે જન આરોગ્ય યોજના અંતર્ગત તમામ રાશન કાર્ડ ધારકોનો મફત ઈલાજ ઉપલબ્ધ કરાવશે.
મહારાષ્ટ્રમાં હજી 1500 દર્દીઓ
રાજેશ ટોપેએ કહ્યું કે, વર્તમાનમાં મહારાષ્ટ્રમાં મ્યૂકરમાઈકોસિસના 1500 દર્દી છે. જેમાંથી 850 દર્દી સક્રિય છે અને 500નો ઈલાજ કરવામાં આવી ચૂક્યો છે. આ મામલે અમે કેન્દ્રને ઈંજેક્શન ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો છે. 2 લાખ જેટલાં ઈંજેક્શનની જરૂરત પડશે. પરંતુ ભારત સરકારે તમામ આપૂર્તિને વિનિયમિત કરી છે. કેન્દ્રને અમે જલદી જ એમ્ફો-બીની વહેંચણીની માંગ કરીએ છીએ. આપૂર્તિકર્તાઓએ અમને સૂચિત કર્યા કે મ્યૂકરમાઈકોસિસના ઈંજેક્શન 31 મે બાદ ઉપલબ્ધ થશે, માટે 10થી 11 દિવસ મહત્વપૂર્ણ છે.
Cyclone Tauktae: મુખ્યમંત્રી સાથે વડાપ્રધાનની રિવ્યૂ મીટિંગ, અસરગ્રસ્તોને આર્થિક મદદ અપાશે
1.5 લાખ રૂપિયાનું કવર
રાજેશ ટોપેએ કહ્યું કે, ‘આ બીમારીના ઈલાજ માટે પ્લાસ્ટિક સર્જન, ન્યૂરોસર્જન, ડેન્ટિસ્ટ બધાની જરૂરત છે. મહાત્મા જ્યોતિરાવ ફુલે જન આરોગ્ય યોજના અંતર્ગત 1000 હોસ્પિટલને સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે, જ્યાં મહારાષ્ટ્રમાં મફતમાં ઈલાજ કરવામાં આવશે. યોજના અંતર્ગત 1.5 લાખ રૂપિયાનું કવર મળે છે, પરંતુ મોંઘા ઈંજેક્શન સહિત રાજ્ય આ યોજનાને મફતમાં પૂરું કવર ઉપલબ્ધ કરાવી રહ્યું છે.'