નેપાળના પોખરામાં 5.3ની તીવ્રતાના ભૂકંપના તેજ ઝાટકા

|

પાડોસી દેશ નેપાળના પોખરામાં આજે સવારે ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. નેશનલ ભૂકંપ કેન્દ્રે મુજબ ભૂકંપના ઝાટકા બુધવારે સવારે 5.42 વાગ્યે મહેસૂસ થયા, જો કે હજુ સુધી ક્યાંયથી પણ જીવ-માલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર લામજંગ જિલ્લાના ભુલભુલ એરિયા હોવાનું જણાવાઈ રહ્યું છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021માં પણ નેપાળના લોબિયામાં જ તેજ ભૂકંપ આવ્યો હતો.

નેપાળમાં આવેલ ભૂકંપના ઝાટકા સીમા નજીક ભારતના બિહાર રાજ્યમાં પણ મહેસૂસ કરાયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આજે સવારે બિહારના પૂર્વી ચંપારણ, પશ્ચિમી ચંપારણ વગેરે જિલ્લામાં 2થી 3 સેકન્ડ માટે ભૂકંપના ઝાટકા મહેસૂસ કરાયા, જો કે કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.

લોકો પોતાના ઘરેથી બહાર નીકળ્યા

જો કે જે સમયે ધરતી ધ્રુજી, તે સમયે લોકો પોતાના ઘરેથી બહાર દોડી આવ્યા હતા. જણાવી દઈએ કે 17 મેના રોજ ગુજરાતના કેટલાય ભાગોમાં પણ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. જણાવી દઈએ કે કોરોનાવાયરસના આક્રમણને પગલે પહેલેથી જ લોકો ઘણા ડરેલા છે અને એવામાં ભૂકંપના ઝાટકાઓએ લોકોમાં દહેશત પેદા કરી દીધી છે.

ભૂકંપ આવવા પર શું કરવું

MORE EARTHQUAKE NEWS  

Read more about:
English summary
5.3 magnitude earthquake shakes Pokhara, Nepal
Story first published: Wednesday, May 19, 2021, 8:19 [IST]