મહારાષ્ટ્રના તટ પર ચક્રવાતી તોફાન તૌકતેમાં ફસાયેલ ભારતીય જહાજ P-305 સમુદ્રમાં ડૂબી ગયું છે. આ ઘટના મુંબઈથી 175 કિમી દૂર હીરા ઓઈલ ફીલ્ડ્સ પાસે બની છે. ભારતીય નૌસેનાએ આ જહાજમાં સવાર 146 લોકોને બચાવી લીધા છે, જ્યારે 170થી વધુ લોકો હજી પણ લાપતા છે. ન્યૂજ એજન્સીએ જણાવ્યું કે આ જગ્યાએ વધુ એક ભારતીય જહાજ પણ ફસાયું છે.
જેમાં સવાર લોકોને બચાવવા માટે આઈએનએસ કોલકાતાને મોકલવામાં આવ્યું છે. આઈએનએસ કોલકાતા ભારતીય નૌસેનાનું જ જહાજ છે. જ્યારે સવારે ઓએનજીસીએ પણ સૂચના આપી કે, અત્યાર સુધી 148 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કાર્ય હજી પણ ચાલુ છે.
Cyclone Tauktae: વાવાઝોડા તૌકતેએ વેર્યો વિનાશ, ક્યાંક વૃક્ષો ધરાશાયી તો ક્યાંક વિજળી ડુલ
ઓએનજીસી તરફથી જણાવવામાં આવ્યું કે ગંભીર ચક્રવાતી તોફાનના કારણે અરબી સમુદ્રમાં પશ્ચિમ-તટીય ક્ષેત્રોમાં ઓએનજીસીની એક પરિયોજના પર કામ કરી રહેલા એફકૉન્સના 3 નિર્માણ બાર્જ અને અન્વેષણ ઉદ્દેશ્ય માટે તહેનાત કર્મચારી આ દુર્ઘટનાનો શિકાર થયા છે. ઓએનજીસીએ કહ્યું કે પોતાના કર્મીઓ અને જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓડીએજ અને એમઆરસીસીના સમન્વયમાં સંભવ તમામ ઉપાયો કરવામાં આવી રહ્યા છે.