નવી દિલ્લીઃ દેશના દક્ષિણ અને પશ્ચિમી રાજ્યોમાં વાવાઝોડુ તૌકતે ભીષણ થઈ ગયુ છે. ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)ના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને આંધી-તોફાનના કારણે 7 લોકોના મોત થઈ ગયા છે. સેંકડો ઘર નષ્ટ થઈ ગયા છે. મહારાષ્ટ્ર અને અન્ય પશ્ચિમી તટીય વિસ્તારોમાં કહેર વરસાવી રહેલ વાવાઝોડુ તૌકતે હવે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દેખાવાનુ છે. આવનારા અમુક કલાકોમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ અને આંધી-તોફાનની સંભાવના છે.
આઈએમડીના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં તોફાન તૌકતેની અસર તો આજથી એટલે કે 18 મેથી જ દેખાવા લાગશે. વળી, ઉત્તર પ્રદેશમાં તોફાન તૌકતેની અસર 19 મેના રોજ દેખાવાની સંભાવના છે. બંને રાજ્યોને તૌકતેથી એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. 19 મેએ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.
ડાયનાસોર કાળની 42 કરોડ વર્ષ જૂની માછલી મળી
હવામાન વિભાગે જણાવ્યુ છે કે આવનારા 24 કલાકમાં યુપી અને રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં ઝડપી પવન અને ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. આ તોફાનના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પોતાની અસર બતાવશે. બંને રાજ્યોમાં 18થી 20 મે એટલે કે બે દિવસ સુધી વરસાદ અને આંધી-તોફાનની સંભાવના છે.