દિલ્હીમાં કોરોના વાયરસની બીજી લહેર અટકવાનુ નામ નથી લઈ રહી. જોકે આ દરમિયાન નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે, નવા કેસોમાં ઘટાડો થયા પછી પણ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી, ત્યારબાદ કેજરીવાલ સરકારે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે ફરી એકવાર લોકડાઉનમાં વધારાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કોરોનાને કાબુમાં રાખવા માટે દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવી રહ્યું છે.
હવે દિલ્હીમાં 24 મે સુધી પ્રતિબંધો ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, નિયમોમાં કોઈ નવી છૂટ આપવામાં આવી નથી. જો કે, આ દિવસોમાં દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે, ત્યારબાદ સીએમ કેજરીવાલનું માનવું છે કે જે પરિણામ બહાર આવ્યું છે, તે કડક લોકડાઉન લાદવામાં આવ્યા પછી જ થયું હતું. છેલ્લા 24 કલાકમાં કોરોના દિલ્હીમાં લગભગ 6,500 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, પોઝિટિવિટી રેટ 1 ટકાનો ઘટાડો કરીને 1 ટકા પર આવી ગયો છે.
Farmers Protest: CM ખટ્ટરનો વિરોધ કરી રહેલ ખેડૂતો પર પોલીસનો લાઠીચાર્જ, ટીયર ગેસ છોડ્યા
#WATCH | Delhi Chief Minister Arvind Kejriwal says, "We are extending the lockdown for one more week. Instead of tomorrow, lockdown is extended till next Monday, 5 am in Delhi." pic.twitter.com/Z7cO361LlR
— ANI (@ANI) May 16, 2021
આપને જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર પછી આવેલા નવા કેસોમાં ઉછાળા પછી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 19 એપ્રિલના રોજ પ્રથમ સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી હતી, જે પછી સંક્રમણની ગતિ નહીં અટકે તો લોકડાઉન અવધિ વધારવામાં આવશે. તે પહેલા 1 મે અને પછી 9 મેના રોજ 17 મેની સવાર સુધી વધારવામાં આવ્યું હતું. હવે ફરી એક સપ્તાહનો લોકડાઉન 24 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે.