કોરોનાવાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં હવે કોવિડ 19ને લઈ નવા નિયમો આવી ગયા છે. અમેરિકામાં જે લોકોએ કોરોના વેક્સીન ગલાવી દીધી છે તેમણે હવે માસ્ક પહેરવું જરૂરી નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડેન પ્રશાસને ફેસલો લીધો કે અમેરિકામાં જે કોઈપણ લોકો સંપૂર્ણપણે કોવિડ-19 વેક્સીનેટ થઈ ગયા છે તેમણે માસ્ક પહેરવું જરૂરી નથી અને સોશિયલ ડિસ્ટેન્સિંગ અનુસરવાની પણ જરૂરત નથી. આ વાતની પુષ્ટિ અમેરિકાના સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રીવેંશને પણ કરી છે. જો કે જે લોકોએ કોરોના વેક્સીન નથી લગાવી તેમણે કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
અમેરિકાના સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રીવેંશને આ વાતની જાણકારી આપતા કહ્યું કે કોરોનાવાયરસ વેક્સીનના બે ડોઝ લેનાર વ્યક્તિએ હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગના નિયમોનું પાલન કર્યા વિના જ ઘરેથી બહાર નીકળી શકે છે. જો કે આદિવાસી અથવા ક્ષેત્રીય કાનૂનો, સંઘીય, રાજ્ય, સ્થાનિક અને ર્કપ્લેસ ગાઈડેંસ મુજબ માસ્ક પહેરવું પડશે.
જો બિડેને કહ્યુંમ કે, આજનો દિવસ શાનદાર છે. આપણી એક વર્ષની મહેનત અને આટલી કુરબાની બાદ હવે આપણે માસ્ક ફ્રી થવા તરફ વધી રહ્યા છીએ. આ રૂલ એકદમ સિંપલ છે, કાં તો તમે વેક્સીન લગાવો કાં તો તમે હંમેશા માસ્ક પહેરી રાખો.
જો બિડેને કહ્યું કે, થોડા કલાકો પહેલા અમેરિકાના સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રીવેંશને કહ્યું કે સંપૂર્ણપણે રસી લગાવનાર લોકોએ હવે માસ્ક પહેરવું જરૂરી નથી. આ વાત બિલકુલ સાચી છે. તમે ભલે અંદર હોવ કે બહાર, વેક્સીનેટ લોકોએ માસ્ક નહિ પહેરવું પડે. મને લાગે છે કે આ એક મહાન દિવસ છે. એક સારો દિવસ છે. આ આટલી મોટી સંખ્યામાં અમેરિકીઓને રસીકરણ કરવામાં મળેલી અસાધારણ સફળતાઓથી સંભવ થયું છે.
'ગુમ' થયા ગૃહમંત્રી અમિત શાહ! NSUI નેતાએ દિલ્લી પોલિસમાં નોંધાવાઈ Missing Complain
જો બિડેને કહ્યું કે, આ 114 દિવસમાં આપણા રસીકરણ અભિયાને દુનિયાનું નેતૃત્વ કર્યું છે. અને આટલા બધા લોકોની અવિશ્વસનીય મહેનતનું કારણ છે, વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ, દવા કંપનીઓ, નેશનલ ગાર્ડ, યૂએસ મિલિટ્રી, ફેમા, ડૉક્ટર્સ, નર્સ, ફાર્માસિસ્ટો- સૌકોઈ છે, આ બધા લોકોએ અમેરિકાને વેક્સીનેટ થવામાં મદદ કરી છે.