Israel Gaza War: ઈઝરાયેલ અને હમાસમાં રોકેટ હુમલા યથાવત, ગાજામાં 65 અને ઈઝરાયેલમાં 7ના મોત

|

ઈઝરાયેલ અને ફિલિસ્તીનના સંઘર્ષ વચ્ચે ગાજામાં મોતનો આંકડો 65 સુધી પહોંચી ગયો છે. જ્યારે ઈઝરાયેલમાં 7 લોકોના મોત થયાં છે. હમાસના નવા હવાઈ હુમલાથી બંને વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. ફિલિસ્તીની સંગઠન હમાસ અને યરુશલમ વચ્ચે હિંસાએ દુનિયાભરને ચિંતામાં નાખી દીધી છે. બંને તરફથી સતત રોકેટ હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયેલના હુમલાથી ગાજાની એક બહુમાળિય ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ છે. જેના જવાબમાં હમાસે વધુ રોકેટ છોડવાની ચેતવણી આપી છે. અલ જજીરા મુજબ ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાજા સિટી કમાંડર બસમ ઈસા ઠાર મરાયો છે. હમાસ સમૂહે આની પુષ્ટિ કરી છે. બસમ ઈસા હમાસનો અત્યાર સુધીનો સૌથી મોટો અધિકારી હતો.

જ્યારે ઈઝરાયેલના હુમલામાં ગાજામાં મરનાર ફિલસ્તીનિયોની સંખ્યા 65 થઈ ગઈ છે. જેમાં 16 બાળકો અને 5 મહિલાઓ સામેલ છે. હુમલામાં 86 બાળકો અને 39 મહિલાઓ સહિત ઓછામા ઓછા 365 લોકો ઘાયલ થયા છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈ 2014ની ગરમીઓમાં 50 દિવસ સુધી ચાલેલા યુદ્ધથી પણ વધુ ખતરનાક લાગી રહી છે. રિપોર્ટ્સ મુજબ હમાસના કબ્જાવાળા ગાજાથી ગત બે દિવસ સુધી લગભગ એક હજારથી વધુ રોકેટ દાગવામાં આવી છે. જો કે ઈઝરાયેલે પોતાના આયરન ડોમ ડિફેંસ સિસ્ટમનો ઉપયોગ કરી પોતાની વસ્તીને સુરક્ષિત કરી લીધી છે. પરંતુ ટેક્નિકલ ખરાબીને પગલે કેટલીક રોકેટ તેનાથી બચીને નિકળી ગઈ હતી અને જમીન પર ખાબકી હતી. કહેવાઈ રહ્યું છે કે ઈઝરાયેલના આયરન ડોમનો સક્સેસ રેટ 80-90 ટકા છે.

Israel-Palestine Row: લૉડ શહેરમાં ઈમરજન્સી લાગુ, અમેરિકી વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ નિવેદનIsrael-Palestine Row: લૉડ શહેરમાં ઈમરજન્સી લાગુ, અમેરિકી વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ નિવેદન

જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ કહ્યું કે જરૂરત પડવા પર ઈઝરાયેલ વધુ તાકાતનો ઉપયોગ કરશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હમાસ અને બીજા નાના ઈસ્લામિક સંગઠન આ આક્રમકતાની ભારે કિંમત ચૂકવશે. બેંજામિન નેતન્યાહૂએ બુધવારે કહ્યું કે ઈઝરાયેલ સીમા પોલીસ બળની તહેનાતી કરી અરાજકતા રોકશે. ઈઝરાયેલના રક્ષા મંત્રી બેની ગાંટ્સે ચેતવણી આપતા કહ્યું કે આ હુમલો તો માત્ર શરૂઆતી છે. જ્યારે હમાસે કહ્યું કે જો ઈઝરાયેલ આનાથી પણ વધુ આગળ વધવા માંગે છે તો હમાસ પણ તૈયાર છે.

MORE israel NEWS