Israel vs Philistine Row: હમાસે ઈઝરાયેલ પર ફેંક્યા 130 રૉકેટ, ભારતીય મહિલા સહિત 32 લોકોના મોત

|

યેરુસલેમઃ ઈઝરાયેલ અને ફિલીસ્તાઈન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. મંગળળવારે ફિલિસ્તાઈનના હમાસ સંગઠને તેલ અવીવ, એશ્કેલોન અને હોલોન શહેર પર 130 રૉકેટ હુમલા કર્યા છે અને યેરુસલેમમાં ભારે હિંસા ફેલાઈ છે જેમાં એક ભારતીય મહિલા સહિત 32 લોકોના મોત થઈ ગયા છે. આ અંગે માહિતી ઈઝરાયેલના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવી છે. આ હિંસામાં સેંકડો લોકોના ઘાયલ થવાના સમાચાર છે. હમાસના આ હુમલાના જવાબમાં ઈઝારયેલી એરફોર્સે પણ વળતો જવાબ આપ્યો છે. તેણે તેના કબ્જાવાળી ગાઝાપટ્ટી પર હુમલો કર્યો છે.

ભારતીય મહિલનાનુ મોત

તમને જણાવી દઈએ કે રૉકેટ હુમલામાં જે ભારતીય મહિલનાનુ મોત થયુ છે તે કેરળની રહેવાસી હતી અને તેનુ નામ સૌમ્યા સંતોષ હતુ કે જે 7 વર્ષથી ઈઝરાયેલમાં રહેતી હતી અને એક ઘરેલુ સહાયિકા તરીકે ત્યાં કામ કરતી હતી. તેના પરિવારના સભ્યોએ જણાવ્યુ કે અશ્કેલોન શહેમાં 31 વર્ષીય સૌમ્યાના ઘરે જે વખતે રૉકેટ પડ્યુ એ વખતે તે વીડિયો કૉલ પર કેરળમાં પોતાના પતિ સંતોષ સાથે વાત કરી રહી હતી. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત ડૉ. રૉન મલકાએ ટ્વિટ કરીને સૌમ્યા સંતોષનો મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

'હમાસે પોતાની બધી હદો પાર કરી દીધી'

તમને જણાવી દઈએ કે રૉકેટ હુમલાનો એક વીડિયો ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ તરફથી પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે હમાસ તરફથી કઈ રીતે હુમલા કરવામાં આવી રહ્યા હતા. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ આ હુમલા પર તીખી પ્રતિક્રિયા આપીને કહ્યુ કે, 'હમાસે પોતાની બધી હદો પાર કરી દીધી છે, હવે તેને કોઈ પણ કિંમતે છોડવામાં ન આવી શકે. તેની સામે કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે, તેણે આની ભારે કિંમત ચૂકવવી જ પડશે.'

છોકરીને એકસાથે વેક્સીનના 6 ડોઝ આપી દીધા, જાણો પછી શું થયું?છોકરીને એકસાથે વેક્સીનના 6 ડોઝ આપી દીધા, જાણો પછી શું થયું?

કેમ મચી છે બબાલ, કેમ થઈ રહ્યા છે હુમલા?

તમને જણાવી દઈએ કે યેરુશલેમ સ્થિત અલ-અક્સા મસ્જિદમાં ફિલિસ્તાનીઓ અને ઈઝારયેલી સુરક્ષા બળો વચ્ચે સોમવારે ઝડપ થઈ હતી. વાસ્તવમાં ઈઝરાયેલના યહૂદી નેશનાલિસ્ટ વર્ષ 1967માં મળેલી એક જીતની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા અને એટલા માટે તેમણે એક માર્ચ કાઢી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 1967માં ઈઝરાયેલે યેરુશલેમના ઘણા હિસ્સાઓ પર કબ્જો જમાવ્યો હતો. પોતાની આ ખુશીને તે માર્ચના માધ્યમથી સેલિબ્રેટ કરી રહ્યા હતા પરંતુ ફિલિસ્તાની કટ્ટરપંથીઓને એ ગમ્યુ નહિ અને તેમને આ માર્ચ પર હુમલો કરી દીધો. ત્યારબાદ ત્યાં હિંસા ભડકી ગઈ. રિપોર્ટ મુજબ ફિલિસ્તાની કટ્ટરપંથીઓને જવાબ આપવા માટે ઈઝરાયેલી સુરક્ષાબળોએ રબર બુલેટનો ઉપયોગ કર્યો હતો જેમાં ઘણા કટ્ટરપંથીઓ ઘાયલ થયા અને ત્યારબાદ સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ જેણે મંગળવારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે.

MORE israel NEWS