મહારાષ્ટ્ર-ગુજરાત-રાજસ્થાનમાં હજારોની સંખ્યામાં Mucormycosisના દર્દી, મૃત્યુદર છે 50 ટકા

|

કોરોનાવાયરસની તાજા લહેરે સૌકોઈને પરેશાન કરી રાખ્યા છે. દેશમાં આ સમયે પણ કોરોનાના 30 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ મહામારી વચ્ચે વધુ એક બીમારી આફત બનીને આવી છે. આ બીમારી છે Mucormycosis. કોરોનાના લક્ષણો વચ્ચે દર્દીમાં Mucormycosisના લક્ષણો જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તેની વધુ અસર છે. હાલાત એવા છે કે આ બીમારીથી પીડાતા 50 ટકા દર્દીઓ બચી નથી શકતા.

મહારાષ્ટ્રમાં હાલ Mucormycosisના 2000થી વધુ એક્ટિવ કેસ સામે આવ્યા છે, જેનાથી રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. હવે જે હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ અટેચ છે ત્યાં Mucormycosis બીમારીના ઈલાજની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાના મામલા જેમ જેમ વધી રહ્યા છે તેમ જ Mucormycosisના મામલા પણ ગતિથી વધી રહ્યા છે. એવામાં સરકારે જરૂરી પગલાં ઉઠાવવાં શરૂ કરી દીધાં છે.

મંત્રીનું માનીએ તો Mucormycosisના લક્ષણોમાં એક બ્લેક ફંગસ પણ છે, જેને કારણે 50 ટકા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. જણાવી દઈએ કે Mucormycosisના લક્ષણોમાં બ્લેક ફંગસ ઉપરાંત માથાનો દુખાવો, તાવ, આંખ, નાકમાં જોરદાર દુખાવો અને દ્રષ્ટિ ચાલી જવી પણ સામેલ છે.

રાજસ્થાન, ગુજરાતમાં પણ કેટલાય કેસ સામે આવ્યા

મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ Mucormycosisના કેટલાય મામલા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં બ્લેક ફંગસના લક્ષણો હોય તેવા સો જેટલા મામલા સામે આવી ચૂક્યા છે. આ બીમારીના ઈલાજ માટે રાજકોટમાં અલગથી હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે જ્યાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદની હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓનો ધસારો ઘટ્યોઃ સીનિયર ડૉક્ટરઅમદાવાદની હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓનો ધસારો ઘટ્યોઃ સીનિયર ડૉક્ટર

રાજસ્થાનના જયપુરમાં ગત દિવસોમાં 40 દર્દીએ બ્લેક ફંગસની ફરિયાદ કરી હતી. જેમાંથી કેટલાક દર્દીઓની દ્રષ્ટિ પર પણ અસર પડી છે. એવામાં કોરોના સંકટ વચ્ચે પેદા થઈ રહેલ આ દર્દીની મુશ્કેલીથી ચિંતા વધવા લાગી છે.

જયપુરમાં પાછલા 12 કલાકમાં જ બ્લેક ફંગસના 14 દર્દી પહોંચ્યા છે. જેમાં 2 રાંચીથી, ચાર રાજસ્થાનથી છે, જ્યારે પાંચ યૂપી અને અન્ય દિલ્હી-એનસીઆર ક્ષેત્રથી છે. જેમાંથી કેટલાક લોકોની દ્રષ્ટિ 12 કલાકમાં ચાલી ગઈ.

MORE coronavirus NEWS