• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના કાળમાં હરિયાણાના રોહતક ગામમાં 'રહસ્યમયી તાવ', 10 દિવસમાં 18 લોકોના મોત

|

રોહતકઃ કોરોના વાયરસની બીજી લહેરની અસર હવે ભારતના ગામોમાં દેખાવા લાગી છે. દિલ્લીથી લગભગ 60 કિલોમીટરના અંતરે હરિયાણાના રોહતક જિલ્લાના ટિટોલી ગામમાં છેલ્લા 10 દિવસમાં 18 લોકોના મોત રહસ્યમયી તાવથી થઈ ગયા છે. 18 લોકોના મોતમાંથી 6 લોકોના મોત તો કોરોના વાયરસથી થયા છે જેની પુષ્ટિ અધિકારીઓએ કરી છે. કોરોના કાળમાં આ મિસ્ટ્રી તાવથી રોહતક જિલ્લામાં હોબાળો મચી ગયો છે. ગ્રામીણોનો દાવો છે કે મોતની સંખ્યા હજુ વધુ છે. તેમના જણાવ્યા અનુસાર છેલ્લા 2 સપ્તાહ(લગભગ 14 દિવસ)માં લગભગ 40 લોકોના મોત રહસ્યમયી તાવથી થયા છે. રોહતકમાં આના માટે જિલ્લા પ્રશાસન એલર્ટ થઈ ગયુ છે. રોહતકના આ ટિટોલી ગામમાં હરિયાણાનુ પહેલુ કોવિડ-19 કેર સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યુ છે.

મરનારા 6 લોકોની ઉંમર 35 વર્ષથી ઓછી

ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ ગામના સરપંચ પ્રેમિલા તરફથી તેમના ભાઈ સુરેશ કુમારે માહિતી આપીને કહ્યુ કે, 'ગયા સપ્તાહે, મે 32 વ્યક્તિઓની યાદી તૈયાર કરી જેના હાલમાં જ મોત થઈ ગયા છે. ત્યારબાદ ગામમાં તાવના કારણે એક દિવસમાં સરેરાશ બે લોકોના મોત થઈ રહ્યા છે. આ તાવની ચપેટમાં બધી ઉંમરના લોકો શિકાર થઈ રહ્યા છે. તાવથી પીડાયા બાદ મરનાર લોકોમાંથી 6 લોકોની ઉંમર 35 વર્ષથી ઓછી હતી.'

આરોગ્ય અધિકારી બોલ્યા - ગામ કોરોનાની ચપેટમાં

આરોગ્ય અધિકારીએ કહ્યુ કે ટિટોલી ગામ કોવિડ-19 મહામારીની ચપેટમાં છે. સોમવારે(10 મે) ના રોજ વાયરસનુ પરીક્ષણ કરનારા 75માંથી 15 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. છેલ્લા 10 દિવસમાં ટિટોલી અને આસપાસના ગામોમાંથી પરીક્ષણ કરાયેલ 746 લોકોમાંથી 159 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.

ભારતમાં સ્થિતિ ખરાબ, સાચા આંકડા બતાવે સરકાર- WHO

રોહતકના મુખ્ય ચિકિત્સા અધિકારીએ શું કહ્યુ?

રોહતકના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. અનિલ બિડલાએ કહ્યુ, 'ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ગામોમાં કોરોના વાયરસ વધુ ફેલાઈ રહ્યો છે. ગ્રામીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટંસીંગ નથી જળવાઈ રહ્યુ. તેમનામાં સામાજિક સહભાગિતા વધુ છે કારણકે તે એક સાથે પત્તા રમવા અને હુક્કો પીવા માટે મળે છે. તાવની અસર જાણવા માટે અમે જિલ્લાના બધા ગામોમાંથી સેમ્પલ લઈ રહ્યા છે. હવે જ્યારે પણ તાવ આવે ત્યારે અમે કોવિડ સેમ્પલ ટેસ્ટ કરીએ છીએ.'

English summary
'Mystery fever' in Rahtak, Haryana, 18 deaths in last 10 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X