દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્રનો જવાબ- 'સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવી કાનૂની પ્રક્રિયાનો દુરૂપયોગ'

|

કોરોનાની બીજી લહેર બાદ દેશની હેલ્થ સિસ્ટમ બગડી ગઈ છે. સતત વધતા દર્દીઓ બાદ દેશમાં હોસ્પિટલ, બેડ, દવાઓ અને ઑક્સિજનની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં દેશમાં ચાલી રહેલ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવાની માંગને લઈ દિલ્હી હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર આજે મંગળવારે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. કોર્ટમાં આજે કેન્દ્ર સરકાર તરફથી પોતાનો જવાબ કજૂ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સેંટ્રલ વિસ્ટા પર દિલ્હી હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી નિર્માણ કાર્ય અટકાવવાનો આગ્રહ કરવામાં આવ્યો. આજે સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે આગલી તારીખ એટલે કે 12 મેના રોજ સુનાવણી નક્કી કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ રેકોર્ડ પર લાવવાનો નિર્દેશ આપ્યો છે.

કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને અરજી રદ્દ કરવાનો આગ્રહ કર્યો. કેન્દ્રએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં ચાલી રહેલા કામનો બચાવ કરતા કહ્યું કે પરિયોજનાના નિર્માણને રોકવાની માંગ કરતી અરજી કાનૂની પ્રક્રિયાનો દુરૂપયોગ છે અને પ્રોજેક્ટ રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે 19 એપ્રિલ 2021ના રોજ ડીડીએમએ આદેશન મુજબ કર્ફ્યૂ દરમ્યાન નિર્માણ ગતિવિધિઓને મંજૂરી છે, જ્યાં મજૂરો સાઈટ પર રહે છે.

કોરોના કાળમાં નવા સંસદ ભવનના નિર્માણ પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન- સેન્ટ્ર વિસ્ટા પ્રોજેક્ટ ક્રિમિનલ વેસ્ટકોરોના કાળમાં નવા સંસદ ભવનના નિર્માણ પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન- સેન્ટ્ર વિસ્ટા પ્રોજેક્ટ ક્રિમિનલ વેસ્ટ

જણાવી દઈએ કે અગાઉ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અટકાવતી અરજી પર હાલ દખલ આપવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારને દિલ્હી હાઈકોર્ટથી જલદી સુનાવણીનો અનુરોધ કરવા કહ્યું હતું.

MORE government NEWS