નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે સોમવારે (10 મે) દેશમાં કોરોના વાયરસ સ્થિતિ સાથે જોડાયેલા મામલાઓ પર સુનાવણી થશે. કોવિડ-19 મહામારી માટે ઑક્સિજનનો પુરવઠો, દવાનો પુરવઠો, રાજ્યોને વેક્સીનનો પુરવઠો, ધાર્મિક અને રાજકીય ભીડ પર નિયંત્રણ અને વિવિધ અન્ય નીતિઓ સંબંધિત બાબતો પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રવિવારે(9 મે)ના રોજ આ અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનુ સોગંદનામુ દાખલ કર્યુ છે. ન્યાયમૂર્તિ ડૉ. ધનંજય વાય ચંદ્રચૂીડની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતેની ત્રણ ન્યાયાધીશ પીઠ આજે આ મામલાની સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટ આજે એક જનહિત અરજી પર પણ સુનાવણી કરશે જેમાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને હરિદ્વારમાં આયોજિત કરવામાં આવેલ કુંભમાં કોરોના નિયમોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. અરજીમાં કોરોના નિયમોની અનદેખી કરનાર જવાબદાર લોકો પર કડક કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી છે. અરજીમાં કોવિડ-19 પ્રોટોકૉલને દેશભરમાં કડકાઈથી લાગુ કરવાની વાત પણ કહેવામાં આવી છે. આ મામલાની સુનાવણી પણ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં થશે. જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં જસ્ટીસ નાગેશ્વર રાવ અને જસ્ટીસ રવિન્દ્ર ભટ્ટની ત્રણ સભ્યોની પીઠ આ અરજીની સુનાવણી કરવાની છે.
સુપ્રીમ કોર્ટે આ પહેલા ભારતમાં ઑક્સિજન સપ્લાય, રેમડેસિવિર જેવા દવાઓની ઉપલબ્ધતા અને કોરોનાથી નિપટવાની દેશની તૈયારીઓ પર સલાહ આપવા માટે 12 સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. ટાસ્ક ફોર્સને એ પણ કહેવામાં આવ્યુ હતુ કે રાજ્યોની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ઑક્સિજન ઑડિટ માટે એક અલગથી ટીમ બનાવવામાં આવે. દિલ્લીમાં ઑક્સિજન અને દવા સપ્લાય માટે સુપ્રીમ કોર્ટે ખુદ એક ઑડિટ ટીમની રચના કરી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે દિવસ પછી ફરીથી કરાયો વધારો
સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત આ ટાસ્ક ફોર્સ દેશભરમાં સપ્લાય થઈ રહેલ ઑક્સિજન પર નિરીક્ષણ રાખશે. ટાસ્ક ફોર્સને સૂચના માટે કેન્દ્ર સરકાર માનવ સંશાધન વિભાગ સાથે વાત કરવાની પૂરી સ્વતંત્રતા હશે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એવામાં ઘણા રાજ્યોમાંથી રિપોર્ટ કરવામાં આવ્યુ છે કે ઑક્સિજનની વહેંચણીમાં કેન્દ્ર પક્ષપાત કરી રહ્યુ છે. આ ફરિયાદોને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે આ ટીમ બનાવી છે.