વર્ચ્યુઅલી થશે ખેડૂત આંદોલન, ખેડૂત નેતા 20મી મેના રોજ ઘોષણા કરી શકે

|

કોરોના સંકટ વચ્ચે ચાલી રહેલ ખેડૂત આંદોલનને હવે વર્ચ્યુઅલી ચાલુ રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે ખેડૂત નેતાઓ ધરણા સ્થળે ખેડૂતોની સંખ્યા સીમિત કરવામાં આવે અને મોટાભાગના ખેડૂતોને પ્રોટેસ્ટ ફ્રોમ હોમ આપવામા આવે એટલે કે ઘરેથી વર્ચ્યુઅલી ઑનલાઈન આંદોલન કરી શકે તે આઈડિયા પર વિચાર કરી રહ્યા છે. આનાથી ખેડૂતોને કોરોના સંકટથી પણ બચાવી શકાશે અને ઓનલાઈન પ્રોસેસ્ટ ચાલુ રાખી કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદા પરત લેવાનું દબાણ પણ બનાવી શકાશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ખેડૂત નેતા કોઈપણ કિંમતે પોતાના આંદોલનને કમજોર થવા દેવા નથી માંગતા. આ કારણે હવે ખેડૂત નેતા પ્રોટેસ્ટ ફ્રોમ હોમ અને ઑનલાઈન પ્રોટેસ્ટનો આઈડિયા અપનાવી રહ્યા છે. સંયુક્ત ખેડૂત મોર્ચાના તમામ નેતા સિંધુ બોર્ડર પર એક બેઠક કરનાર છે. આ બેઠકમાં આંદોલનને આગળ બનાવી રાખવાના સ્વરૂપ પર વિચાર- વિમર્શ કરવામાં આવશે. આ બેઠક બાદ જ આંદોલનને આગળ વધારવાની રણનીતિ સામે આવી શકે છે.

જર્નલ ધી લેન્સેટે ભારતમાં કોરોના મહામારી માટે મોદીને જવાબદાર ઠેરવ્યા

20મી મેના રોજ ઘોષણા થઈ શકે છે

જાણકારી મુજબ મીટિંગ થયા બાદ 20મી મેના રોજ ખેડૂત આંદોલનમાં વર્ચ્યુઅલ રૂપે શામેલ થવાની ઘોષણા કરી શકાય છે. સૌથી વધુ સંભાવના છે કે ખેડૂતો હવે આંદોલનને આગળ વધારવા માટે હાઈબ્રિડ મોડલનો ઉપયોગ કરશે. જેનો મતલબ છે કે ધરણા સ્થળે ખેડૂતોની સંખ્યા સીમિત રાખી પ્રદર્શન ચાલુ રખાશે. આ ઉપરાંત જે રાજ્યો-ક્ષેત્રોમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે ત્યાં ફિજિકલ પ્રોટેસ્ટ ચાલુ રાખવામાં આવે, પરંતુ જ્યાં સંક્રમણની સ્થિતિ ગંભીર છે, ત્યાં ઑનલાઈન માધ્યમથે અપનાવવા પર જોર આપવામાં આવી શકે છે.

MORE protest NEWS