લગ્નને લઈ આ નિયમ
- 10 મેથી 24 મે સુધી સખ્ત લૉકડાઉન રહેશે. આ દરમ્યાન સ્કૂલ, કોલેજ, ઑફિસ અને બિનજરૂરી દુકાનો વગેરે બંધ રહેશે.
- વિવાહ સમારોહ 31 મે બાદ જ આયોજિત કરાશે. વિવાહ સંબંધિત કોઈપણ પ્રકારના સમારોહ, ડીજે, જાન, પ્રીતિભોજ વગેરેની મંજૂરી 31 મે સુધી નહિ મળે.
- સરકારે કોર્ટ મેરેજની મંજૂરી આપી છે, જેમાં મહત્તમ 11 લોકો સામેલ થઈ શકે છે. જેની સૂચના covidinfo.rajasthan.gov.in પર આપવી પડશે.
- લગ્ન માટે ટેંટ, રસોયો વગેરે સંબંધિત સામાનોની હોમ ડિલીવરી નહિ થાય.
- મેરેજ ગાર્ડન, મેરેજ હોલ વગેરે બંધ રહેશે. તેમણે આયોજનકર્તાઓ પાસેથી જે રૂપિયા એડવાન્સમાં લીધા છે તે પાછા આપવા પડશે અથવા તો આગળની તારીખ પર એ પૈસાથી જ આયોજન કરવું પડશે.
ધાર્મિક સ્થળ બંધ રહેશે
- સરકાર મુજબ ગ્રામીણ ક્ષેત્રોમાં કેટલાય મામલા સામે આવ્યા છે, એવામાં મનરેગા કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.
- તમામ ધાર્મિક સ્થળ બંધ રહેશે. ઘરે રહીને પૂજા કરવાની અપીલ.
- હોસ્પિટલમાં દાખલ દર્દીના અટેંડેંટના સંબંધમાં ચિકિત્સા વિભાગ અલગ ગાઈડલાઈન લાવશે.
- માત્ર મેડિકલ વાહનોને છૂટ મળશે, બાકી તમામ વાહનોના સંચાલન પર પ્રતિબંધ.
- આંતરરાષ્ટ્રીય અને રાજ્યમાં સામાન લાવતા લઈ જતા વાહનો ચાલશે, પરંતુ નિયમો મુજબ જ તેમના અનલોડિંકનું કામ થશે.
અમદાવાદથી રેમડેસિવિર ઈંજેક્શન લાવી રહેલા વિમાનનુ ક્રેશ લેડિંગ, પાયલટ સહિત 3 ઘાયલ
બહારથી આવનારાઓ માટે આ નિયમ
- રાજ્યમાં મેડિકલ, અન્ય ઈમરજન્સી સેવાઓ છોડીને એક-બીજા જિલ્લા, ગામ અથવા શહેરોમાં જવા પર પ્રતિબંધ.
- જે લોકો રાજ્યની બહારથી આવી રહ્યા છે, તેમણે RT-PCR રિપોર્ટ નેગેટિવ આપવો પડશે. સંદિગ્ધ વ્યક્તિઓએ 15 દિવસ સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં જવું પડશે.
- શ્રમિકોનું પલાયન ના થાય, તે માટે ઉદ્યોગો અને નિર્માણ સંબંધિત એકમોના કાર્યને મંજડૂરી. શ્રમિકો સંબંધિત જાણકારી જિલ્લા પ્રશાસનને આપવી પડશે.
- 30 એપ્રિલે જે જન અનુશાસનના નિયમો લાગૂ થયા હતા તે પણ ચાલુ રહેશે.
- ડીએમ, કલેક્ટર અને પોલીસ કમિશ્નર જિલ્લામાં પોતાના હિસાબે પ્રતિબંધ લગાવી શકે છે.