નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રચંડ પ્રકોપ હજુ યથાવત છે. સતત બીજા દિવસે કોરોના વાયરસના રેકૉર્ડ દૈનિક કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 4,14,188 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 6 મેના રોજ દેશમાં 4,12,262 નવા કેસ નોંધવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ આંકડા સાથે દેશમાં કોરોના વાયરસના સંક્રિમતોનુ કુલ સંખ્યા 2,14,91,598 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3,31,507 લોકો રિકવર થવા સાથે અત્યાર સુધી રિકવર થયેલા લોકોની કુલ સંખ્યા 1,76,12,351 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોવિડ-19થી છેલ્લા 24 કલાકમાં 3915 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે અત્યાર સુધી કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની કુલ સંખ્યા 2,34,083 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ(ICMR)ના જણાવ્યા અનુસાર 6 મે, 2021 સુધીમાં કુલ 29,86,01,699 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી ગુરુવારે 18,26,490 ટેસ્ટ કરાયા. સમગ્ર દેશમાં 6મે સુધી 16,49,73,058 લોકોને રસી આપવામાં આવી જે સમગ્ર વિશ્વમાં સૌથી મોટુ કોવિડ રસીકરણ અભિયાન છે.
DMK પ્રમુખ એમકે સ્ટાલિને તમિલનાડુના CM તરીકે શપથ લીધા
તમને જણાવી દઈએ કે દેશમાં 1 માર્ચ, 2021ના રોજ માત્ર 15,510 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી રોજ લગભગ 3 લાખથી વધુ કોવિડ-19 કેસ સામે આવી રહ્યા હતા. જેમાંથી એક સપ્તાહથી સતત સાડા ત્રણ લાખથી વધુ કોવિડ કેસ સામે આવી રહ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં ભારતે કોરોનાના કુલ પૉઝિટીવ કેસોમાં બે કરોડનો આંકડો પાર કરી લીધો છે.