કોરોનાની હાલની સ્થિતિ પર પીએમ મોદીની સમીક્ષા બેઠક, કહ્યું- વેક્સીનેશનની ગતિ ધીમી ના પડે

|

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર બેકાબૂ થતી જઈ રહી છે. દરરોજ 3 લાખથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે મોતનો ગ્રાફ પણ વધતો જઈ રહ્યો છે. એવી સ્થિતિમાં ઉપજેલા હાલાતો પર આજે પીએમ નરેન્દ્ર મોદીએ વ્યાપક સમીક્ષા કરી. પીએમઓથી મળેલી જાણકારી મુજબ તેમને દેશના જે 12 રાજ્યોમાં 1 લાખથી વધુ સક્રિય મામલા છે, તેમની જાણકારી આપવામાં આવી. આ સાથે જ દેશના જે જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ મોત થયાં છે, તેના વિશે પણ અવગત કરાવવામાં આવ્યા.

દેશમાં કોરોનાની સ્થિતિને લઈ કરવામાં આવેલી સમીક્ષા બેઠકમાં પીએમ મોદીને રાજ્યના સ્વાસ્થ્ય સુવિધાઓના બુનિયાદી માળખા વિશે જણાવવામાં આવ્યું. આ દરમ્યાન પીએમ મોદીએ સ્વાસ્થ્ય સેવાઓના પાયાગત માળખાઓમાં સુધાર કરવા માટે રાજ્યોને મદદ અને માર્ગદર્શન આપવાના આદેશ આપ્યા. આની સાથે જ ત્વરિત અને સમગ્ર અટકાયતી ઉપાયો સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર પણ ચર્ચા કરી.

ગુડ ન્યુઝ: દિગ્ગજ ડોક્ટરે જણાવ્યું- દેશમાં ક્યારે કોરોનાના મામલામાં થશે ઘટાડો

આની સાથે જ પીએમ મોદીએ દવાઓની ઉપલબ્ધતા વિશે પણ સમીક્ષા કરી. તેમણે રેમડેસિવિર સહિત દવાઓના ઉત્પાદનમાં તેજીથી વધારો કરવા વિશે જાણકારી આપી. પીએમ મોદીએ આગલા કેટલાક મહિનામાં કોરોના વેક્સીનનું ઉત્પાદન વધારવા માટે રસીકરણ અને રોડમેપની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે રાજ્યોને લગભગ 17.7 કરોડ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે રસીકરણની ગતિમાં કમી ના આવવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે લૉકડાઉન છતાં નાગરિકોને રસીકરણની સુવિધા આપવી જોઈએ. અને આ કામમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓને અન્ય કોઈ જવાબદારી ના આપવાની પણ વાત કરી છે.

MORE coronavirus NEWS