Bengal Violence: બંગાળમાં ફેલાયેલી હિંસા સામે ભાજપ આજે દેશભરમાં આપશે ધરણા

|

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદથી જબરદસ્ત રીતે હિંસા ભડકી છે. ઓડિશાપારા, કૂચબિહાર, સમસપુર, પુરબા બર્ધમાન અને આરામબાગમાં સ્થિતિ ઘણી ગંભીર છે. ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલા થઈ રહ્યા છે, તેમની દુકાનો લૂંટવામાં આવી રહી છે. ભાજપે આ બધા માટે ટીએમસીને જવાબદાર ગણાવ્યુ છે. ભાજપે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે સીએમ મમતા બેનર્જી અને તેમની પાર્ટી જ આ બધી ઘટનાઓ પાછળ છે અને આના કારણે જ ભાજપે આજે હિંસા સામે દેશવ્યાપી પ્રદર્શનનુ એલાન કર્યુ છે.

આજે ભાજપ કાર્યકર્તા અલગ અલગ જિલ્લાઓમાં ધરણા આપવા સાથે હિંસાનો વિરોધ કરશે. આ વિરોધ પ્રદર્શનમાં કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરવામાં આવશે. ભાજપનુ કહેવુ છે કે ટીએમસીએ બંગાળમાં લોકતંત્રની હત્યા કરી દીધી છે. તે જીતના ઘમંડમાં મદમસ્ત થઈને મનમાની પર ઉતરી આવ્યા છે. તેમનુ આ રાજકીય 'રક્ત ચરિત્ર' ચિંતાનો વિષય છે. ભાજપનુ કહેવુ છે કે દક્ષિણ 24 પરગનામાં જે લોકોએ ભાજપને સપોર્ટ કર્યો છે અને વોટ આપ્યો છે તેમના ઘરોમાં ટીએમસીના ગુંડાઓ હુમલા કરી રહ્યા છે.

TMCના ગુંડાઓ કરી રહ્યા છે અમારા કાર્યકર્તાઓ પર હુમલાઃ BJP

જે ભાજપ કાર્યકર્તાઓએ પાર્ટી માટે ચૂંટણીમાં કામ કર્યુ હતુ તેમને મારવામાં આવી રહ્યા છે, તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, આરામબાગના ભાજપ કાર્યાલયમાં આગ લગાવી દેવામાં આવી છે. વળી, નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવનાર સુવેન્દુ અધિકારીની કાર પર પણ હુમલો થયો હતો જેના પાછળ ટીએમસીવાળા જ છે.

શુક્રના રાશિ પરિવર્તનથી આ જાતકોને થશે બંપર ફાયદો

પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા, ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ

પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી હિંસા માટે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. મંગળવારે પીએમ મોદીએ ફોન પર બંગાળના ગવર્નર જગદીપ ધનખડ સાથે હિંસા અને પૂર્વી રાજ્યમાં બગડતી કાનૂન વ્યવસ્થા પર વાત કરી છે. આ તરફ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે.

MORE west bengal NEWS