સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી ફાર્મા કંપની
સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા ભારતમાં કોવિશીલ્ડ વેક્સીન બનાવી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી ફાર્મા કંપનીઓમાંની એક છે. દેશમાં હાલમાં રાજ્ય સરકારોને વેક્સીન નથી મળી રહી. ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારની આના માટે ટીકા કરી છે.
વેક્સીન ઉત્પાદનની ક્ષમતાને રાતોરાત વધારી ન શકાય
18+ વાળાને વેક્સીનેશન અભિયાન શરૂ થવાના થોડા દિવસ પહેલાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા પાસે મોટી સંખ્યામાં વેક્સીન ડિમાંડ કરી રહ્યા છે. જો કે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ કહ્યુ છે કે વેક્સીન ઉત્પાદનની ક્ષમતાને રાતોરાત વધારી ન શકાય. દુનિયાના સૌથી મોટા વેક્સીન નિર્માતા ફાર્મ કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ છે કે છેલ્લા એક મહિનામાં સીરમ ઈન્સ્ટીટ્યુટને તેની ક્ષમતાથી વધુ પ્રોડક્શન કરવા માટે કહેવામાં આવી રહ્યુ છે. જો કે અમે એ વાતનુ ધ્યાન રાખ્યુ છે પરંતુ અમે હાલમાં એક મહિનામાં માત્ર 60થી 70 મિલિયન સુધી ડોઝ બનાવવામાં સક્ષમ છે પરંતુ અમારી કોશિશ છે કે જુલાઈમાં અમે તેને 100 મિલિયન કરી લઈશુ.
લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ લેશે ડિવૉર્સ
પાવરફૂલ લોકોએ ધમકીઓ આપી
અદાર પૂનાવાલાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે ભારતમાં વેક્સીનની ડિમાન્ડ માટે તેમને ઘણા પાવરફૂલ લોકોએ ધમકીઓ આપી છે. આના કારણે તેઓ પત્ની અને બાળકો સાથે લંડનમાં શિફ્ટ થઈ ગયા છે. જો કે તેમણે કહ્યુ કે સીરમ ઈન્સ્ટીટ્યુટ વેક્સીન ઉત્પાદનમાં કોઈ કમી નહિ કરવાની કોશિશ કરી રહ્યુ છે.