લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ લેશે ડિવૉર્સ, કહ્યુ - અમે હવે એકસાથે નહિ રહી શકીએ

|

નવી દિલ્લીઃ માઈક્રોસૉફ્ટ કંપનીના સંસ્થાપક બિલ ગેટ્સ પોતાની પત્ની મેલિંડા ગેટ્સ સાથે છૂટાછેડા લેશે. બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને આ ઘોષણા કરી. લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સે એકબીજાને ડિવૉર્સ આપવાનો નિર્ણય કર્યો છે. બંનેએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યુ, 'અમે પોતાના લગ્નને હવે ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. અમને હવે વિશ્વાસ નથી કે અમે પોતાના જીવનના આગલા તબક્કામાં એક કપલ તરીકે આગળ વધી શકીશુ. અમને નથી લાગતુ કે અમે એક સાથે રહી શકીએ છીએ.' બિલ ગેટ્સે પોતાના ટ્વિટર પર આ અંગેની માહિતી આપી છે.

'અમે કપલ તરીકે હવે સાથે રહેવા નથી માંગતા'

બિલ ગેટ્સે ટ્વિટ કરીને કહ્યુ છે, 'બહુ જ વિચાર કર્યા અને અમારા રિલેશન પર કામ કર્યા બહાદ જ અમે અમારા લગ્નને હવે ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. અમે કપલ તરીકે હવે સાથે રહેવા નથી માંગતા.' બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સને ત્રણ બાળકો છે. બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સની મુલાકાત 1980ના દશકમાં થઈ હતી જ્યારે મેલિંડાએ માઈક્રોસૉફ્ટ કંપની જોઈન કરી હતી.

અમે કામ સાથે કરીશુ પરંતુ કપલ તરીકે નહિ રહી શકીએ

બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સે સંયુક્ત નિવેદનમાં કહ્યુ, 'છેલ્લા 27 વર્ષોમાં અમે ત્રણ બાળકોનુ પાલનપોષણ કર્યુ અને એક એવો પાયો બનાવ્યો જે આખી દુનિયામાં કામ કરે છે જેથી બધા લોકો સ્વસ્થ જીવન જીવી શકે. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે એક સાથે પોતાનુ કામ ચાલુ રાખીશુ. પરંતુ અમને વિશ્વાસ નથી કે અમે પોતાના જીવનના આગલા તબક્કામાં એક કપલ તરીકે એક સાથે રહી શકીશુ. અમે પોતાના પરિવાર માટે તમારી પાસેથી પ્રાઈવસી માંગીએ છીએ જેથી અમે આ જીવનની શરૂઆત કરી શકીએ.'

જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહનનુ 94 વર્ષની ઉંમરમાં નિધન

એકબીજાને કેવી રીતે મળ્યા બિલ ગેટ્સ અને મેલિંડા

મેલિંડાએ 1987 માઈક્રોસૉફ્ટ કંપનીમાં એક પ્રોડક્ટ મેનેજરના પદ પર કામ કરવા આવી હતી. એ દરમિયાન મેલિંડા બિલ ગેટ્સ સાથે ન્યૂયોર્કમાં એક બિઝનેસ ડિનર પર મળી હતી. ત્યારબાદ બંનેએ એકબીજીને ડેટ કરવાનુ શરૂ કર્યુ. બિલ ગેટ્સે એક નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટરીને જણાવ્યુ, જ્યારે હું અને મેલિંડા એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે અમારી વચ્ચે એવી પરિસ્થિતિઓ બની ગઈ કે અમે બ્રેકઅપ કરીને અલગ થઈ જતા અથવા અમે લગ્ન કરી લેતા. પરંતુ અમે બંને એકબીજાનુ બહુ ધ્યાન રાખતા હતા. બિલ ગેટ્સ અને મેલિંડાએ 1994માં લાનઈના હવાઈદ્વીપ પર લગ્ન કર્યા. કહેવાય છે કે ન ગમતા મહેમાનો એ લગ્નમાં ન આવી શકે એટલા માટે બધા સ્થાનિક હેલીકૉપ્ટરોને બિલ ગેટ્સે ભાડે લઈ લીધા હતા. તેમના ત્રણ બાળકો છે જે સંયુક્ત રીતે બિલ એન્ડ મેલિંડા ફાઉન્ડેશન ચલાવે છે.

MORE બિલ ગેટ્સ NEWS