આ વખતે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના જૂના સાથી ભાજપના ઉમેદવાર સુભેન્દુ અધિકારીઓ વચ્ચે નંદીગ્રામ સીટ પર ભારે હરીફાઈ ચાલી રહી છે. પરંતુ ત્રીજા રાઉન્ડના મતદાન બાદ મમતા બેનરજીનું ટેન્શન વધી શકે છે. ત્રીજા રાઉન્ડ સુધીમાં સુવેન્દુ અધિકારીએ 8,000 થી વધુ મતોથી તેમને પાછળ છોડી દીધા છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર પ્રારંભિક ગણતરીમાં સુભેન્દુને મમતા કરતા 10 ટકાથી વધુ મતોની લીડ હતી. જો કે, હજી આ ખૂબ જ વહેલા રુઝાન છે અને ટૂંક સમયમાં ટ્રેન્ડમાં મોટા પલટાની સંભાવનાને નકારી શકાય નહીં.
નંદીગ્રામ સીટ પર સુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર 2016 ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને મમતા કેબિનેટમાં પ્રધાન બન્યા હતા. આ બેઠક પર 2009 થી ટીએમસીનો કબજો છે. પરંતુ આ વખતે ટીએમસી સુપ્રીમોએ પોતાના બળવાખોર સાથે સખત લડત લડવી પડશે. બેનર્જી હાલમાં ભવાનીપુર બેઠક પરથી ધારાસભ્ય છે, પરંતુ સુભેન્દુ અધિકારીને પાઠ ભણાવવા નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.
પશ્ચિમ બંગાળના લાઇવ ચૂંટણી પરિણામ
ચૂંટણી પરીણામ 2021: 5 રાજ્યોના 10 વાગ્યા સુધીના રૂઝાન, પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર
બંગાળમાં મમતા બેનરજી ભાજપના નેતાઓને બહારના કહી હુમલો કરી રહી છે, પરંતુ નંદિગ્રામમાં સુભેન્દુએ તેને બાહરના વ્યક્તિ ગણાવ્યા છે અને તેમને ધરતીપુત્ર તરીકે મત આપવા અપીલ કરી છે. બંગાળમાં ટીએમસીના વર્ચસ્વના ઉદભવ પહેલા તે ડાબેરી મોરચોનો ગઢ હતી. મમતા બેનર્જીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઘોષણા કરી, સુભેન્દુએ તેમને ઓછામાં ઓછા 50 મતોના અંતરથી હરાવવાનો દાવો કર્યો. આજે મતની ગણતરી સાથે નિર્ણય લેવામાં આવશે કે નંદિગ્રામનો અસલ વાઘ કોણ છે? ગત ચૂંટણીમાં સુભેન્દુ અધિકારીએ આ બેઠક 81,230 મતે જીતી હતી.