Tamil Nadu Election Results 2021: તમિલનાડુમાં શરૂઆતી ટ્રેન્ડ્સમાં ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે કાંટાની ટક્કર

|

તમિલનાડુમાં 6 એપ્રિલે થયેલ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી આજે રવિવારે સવારે 8 વાગ્યેથી શરૂ થઈ ગઈ છે. તમિલનાડુમાં જે શરૂઆતી ટ્રેન્ડ સામે આવ્યા છે, તેમાં ડીએમકે 42 અને સત્તારૂઢ એઆઈએડીએમકે 34 અને અન્ય 1 સીટ પર આગળ છે. શરૂઆતી ટ્રેન્ડમાં સીએમ પલાનીસ્વામી, ડીએમકેના એમકે સ્ટાલિન અને તેમના દીકરા ઉદયનિધિ આગળ ચાલી રહ્યા છે. સાંજ સુધી પરિણામ આવી જવાની સંભાવના છે. કોવિડ 19 દિશાનિર્દેશોનું પાલન કરતાં મતગણતરી કરવામાં આવી રહી છે. રાજનૈતિક દળના પરિણામનો આતુરતાથી ઈંતેજાર છે.

તમિલનાડુમાં અભિનેતા-નેતા કમલ હાસનના મક્કલ નિધી મૈયમ સહિત ચાર ગઠબંધન મેદાનમાં છે પરંતુ મુખ્ય મુકાબલો સત્તારૂઢ અન્નાદ્રમુક અને મુખ્ય વિપક્ષી દ્રમુક વચ્ચે છે.

મુખ્યમંત્રી કે. પલાનીસ્વામી, ઉપમુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમ, દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિન, તેમના દીકરા ઉદયનિધિ સ્ટાલિન, અમ્મા મક્કાલ મુનેત્ર કઝગમના પ્રમુખ ટીટીવી દિનાકરણ, એમએનએમના હસન અને ભાજપની રાજ્ય એકમના પ્રમુખ એલ મુરુગન સહિત 4000 ઉમેદવારો મેદાનમાં છે. 234 વિધાનસભા સીટ પર ચૂંટણી થઈ.

Assembly Election Results 2021 Live Updates: પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ, પોંડીચેરી ચૂંટણીના પરિણામ

અત્યાર સુધી તમિલનાડુની છ સીટના ટ્રેન્ડ સામે આવ્યા છે, જેમાં ડીએમકે 5 અને સત્તારૂઢ એઆઈડીએમકે એક સીટ પર આગળ છે. જો એક્ઝિટ પોલની વાત કરીએ તો તમિલનાડુમાં ડીએમકે શાન સાથે સત્તામાં વાપસી કરી શકે છે. એનડીટીવીના પોલ ઑફ એક્ઝિટ પોલ્સ મુજબ એમકે સ્ટાલિનની ડીએમકે અને સહયોગી 234માંથી ઓછામા ઓછી 171 સીટ જીતી શકે છે જ્યારે હાલના સમયમાં રાજ્યમાં સત્તારૂઢ એઆઈએડીએમકે અને તેના સહયોગી 59 સીટ જીતી શકે છે. ટીટીવી દિનાકરણની એએમએમકેને બે સીટ મળી શકે છે.

MORE tamil nadu assembly election 2021 NEWS