નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો ઘોષિત કરવામાં આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી ચાલુ છે. બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં મતોની ગણતરી ચાલુ છે. લેટેસ્ટ રુઝાનમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, આસામમાં ભાજપ અને કેરળમાં લેફ્ટની એક વાર ફરીથી વાપસી થતી દેખાઈ રહી છે. બંગાળમાં જ્યાં રુઝાનોમાં ટીએમસીની સરકાર બનતી દેખાઈ રહી છે. જો કે સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે કે કયા રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે.
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં મતોની ગણતરી ચાલુ છે. રુઝાનોમાં ટીએમસીને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. 292 સીટોના રુઝાનોમાં બંગાળમાં ટીએમસીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે અને તે હેટ્રિક જીત તરફ આગળ વધતા દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં વોટ પર્સન્ટની વાત કરીએ તો તૃણમૂલ કોંગ્રેસ 48.5 ટકા વેટ મેળવતી દેખાઈ રહી છે. ભાજપને 37.4 ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે. ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ મુજબ પશ્ચિમ બંગાળમાં 285 સીટો પર રુઝાન સામે આવી ગયા છે. રુઝાનો મુજબ ટીએમસી 202 સીટો પર આગળ છે અને ભાજપ 78 સીટો પર આગળ છે.
આસામ
આસામમાં એક વાર ફરીથી ભાજપની સત્તામાં વાપસી થતી દેખાઈ રહી છે. 126 સીટો પર કાઉન્ટિંગ ચાલુ છે. અત્યારે ભાજપ 80 સીટો પર આગળ ચાલી રહ્યુ છે જ્યારે કોંગ્રેસ પાછળ છે. ગઈ વખતના મુકાબલે આ સાત સીટો વધુ છે. વળી, કોંગ્રેસ ગઠબંધનને 45 સીટો પર બહુમત મળ્યુ છે. આ રીતે ભાજપની આગેવાનીમાં આ સરકાર બનવાની પૂરી આશા છે.
તમિલનાડુ
તમિલનાડુની 234 સીટો પર મતોની ગણતરી ચાલુ છે. એડીએમકે અને ડીએમકે બંને વચ્ચે મુખ્ય મુકાબલો છે. શરૂઆતના રૂઝાનોમાં ડીએમકે ગઠબંધન આગળ છે. તમિલનાડુમાં ડીએમકે 147 સીટો પર આગળ ચાલી રહ્યુ છે. રુઝાનોમાં ડીએમકેને બહુમત મળી ગયો છે. વળી, તમિલનાડુમાં એક દશક સુધી સત્તામાં રહ્યા બાદ અન્નાદ્રમુક હારની તરફ આગળ વધતુ દેખાઈ રહ્યુ છે. તે 234 સભ્યોની વિધાનસભાની માત્ર 79 સીટો પર આગળ છે. રાજ્યમાં વિપક્ષી દ્રમુકની આગેવાનીવાળા ગઠબંધન સરકાર બનાવવાની સ્થિતિમાં જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં આ પહેલી ચૂંટણી છે જેમાં દ્રમુક એમ કરુણાનિધિ અને અન્નાદ્રમુક જયલલિતાની ગેરહાજરીમાં ચૂંટણી લડી રહ્યા છે. બંને નેતાઓના થોડા વર્ષો પહેલા નિધન થઈ ગયા.
કેરળ
કેરળ વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી ચાલુ છે. હાલમાં કેરળની બધી 140 સીટોના રુઝાન આવી ચૂક્યા છે. રુઝાનોમાં એલડીએફને બહુમત મળી ગયો છે. કેરળમાં એલડીએફ ગઠબંધન 90 સીટો પર આગળ છે જ્યારે યુડીએફ 45 સીટો પર આગળ છે. અન્યના ખાતામાં 2 સીટ જતી દેખાઈ રહી છે. અહીં ભાજપ 3 સીટો પર આગળ છે. કેરળમાં છેલ્લા ચાર દશકની એ પરંપરા તૂટતી દેખાઈ રહી છે કે દર પાંચ વર્ષમાં સત્તા પરિવર્તન થશે. આ વખતે માકપાની આગેવાનીવાળુ એલડીએફ ફરીથી જીત મેળવતુ દેખાઈ રહ્યુ છે.
બંગાળ ચૂંટણીના રૂઝાન જોઈ અખિલેશ યાદવ બોલ્યા - દીદી જીઓ દીદી
પુડુચેરી
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના વિધાનસભા પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. અહીં કોંગ્રેસની આગેવાનીવાળા ગઠબંધન અને ભાજપના આગેવાનીવાળા ગઠબંધનમાં મુખ્ય મુકાબલો છે. પુડુચેરીમાં ઑલ ઈન્ડિયા એન આર કોંગ્રેસ(એઆઈએનઆરસી) નીત રાજગ બહુમત તરફ આગળ વધી રહ્યુ છે. આ 30 વિધાનસભા સીટોવાળા કેન્દ્રશાસિત પ્રદેશમાં અત્યાર સુધી 12 સીટોના રુઝાન તેમજ પરિણામ સામે આવ્યા છે. તે મુજબ એઆઈએનઆરસીએ 2 સીટો પર જીત મેળવી છે જ્યારે તે બે સીટો પર આગળ છે. વળી, ભાજપે એક સીટ પર જીત મેળવી છે અને બે સીટ પર આગળ છે.