રાહુલ ગાંધીએ કોરોના દર્દીઓ માટે શરૂ કરી હેલ્પલાઇન, દેશભરના ડોકટરો સાથે જોડાવાની અપીલ

|

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોવિડ -19થી સંઘર્ષ કરી રહેલા લોકોની સહાય માટે તબીબી સલાહકાર હેલ્પલાઇન શરૂ કરી હતી. હાલના સમયે જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરથી દેશમાં વિનાશ થયો છે, ત્યારે સાંસદ રાહુલ ગાંધીએ પણ ડોકટરોને એક પગથિયા આગળ વધવાની અને લડતમાં જોડાવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં દેશના તમામ તબીબોને તેની જરૂર જણાવીને આ હેલ્પલાઈનમાં જોડાવાની અપીલ કરી છે.

અત્યારે આખો દેશ કોરોના રોગચાળાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. હોસ્પિટલમાં કોવિડ પથારીથી માંડીને ઓક્સિજન સુધીની દવાઓનો અફડાતફડી ચાલી રહી છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ભારતે સાથે ઉભા રહીને આપણા લોકોને મદદ કરવાની જરૂર છે. હેલો ડોક્ટરની મેડિકલ એડવાઇઝરી હેલ્પલાઈન અમે શરૂ કરી છે. તબીબી સલાહ માટે કૃપા કરી +919983836838 પર કોલ કરો. આ સાથે રાહુલ ગાંધીએ દેશના ડોકટરો અને માનસિક આરોગ્ય વ્યવસાયિકોને પણ નોંધણી કરવાની અપીલ કરી છે.

India needs to stand together and help our people.

We have launched ‘Hello Doctor’ a medical advisory helpline. Please call +919983836838 for medical advice.

Dear Dr’s & mental health professionals, we need your help. Please enroll on https://t.co/KbNzoy1PUa

— Rahul Gandhi (@RahulGandhi) May 1, 2021

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક ફોર્મ પણ શેર કર્યુ છે, તેમજ ડોકટરોને ભારતભરના કોવિડ દર્દીઓ માટે કોલ કરવા માટે તેમની સલાહ આપવા વિનંતી કરી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં શનિવારે 4 લાખ નવા કોવિડ -19 કેસો અને 3500 થી વધુ લોકોનાં મોત નોંધ્યા હતા. ભારતમાં હવે રાજ્યોમાં 32 લાખથી વધુ સક્રિય કોરોના વાયરસના કેસ છે.

MORE rahul gandhi NEWS