ભારતમાં કોરોના વાયરસના બીજો વેવ ચાલુ છે. ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 4 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. વૈશ્વિક ડોક્ટર એન્થની ફાઉચીએ ભારતમાં કોરોનાની કથળેલી સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી હતી. વૈશ્વિક સ્તરે કોરોના વાયરસ માટે કામ કરી રહેલા અમેરિકન ડોક્ટર એન્થની ફાઉચીએ ભારતને સલાહ આપી છે કે થોડા અઠવાડિયા સુધી આખા દેશને બંધ રાખવો જોઈએ, એકબીજાની સંભાળ રાખવી જોઈએ. આ કરીને ભારત ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિમાં પહોંચશે. ડો. ફાઉચીએ યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટના મુખ્ય તબીબી સલાહકાર અને યુએસ કોવિડ -19 ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવતા યાત્રીઓ પર પ્રતિબંધ લગાવ્યો, નિયમ તોડનારાઓને થશે જેલ