નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ 2જી મેએ ઘોષિત થઈ જશે. આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીમાં માર્ચ અને એપ્રિલમાં વિધાનસભા ચૂંટણી થઈ. બીજી મેએ તમામ રાજ્યોના પરિણામ એક સાથે ઘોષિત થશે.
પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણીમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપમાં તગડી લડાઈ જોવા મળી છે. બે વાર જીતી ચૂકેલાં મુખ્યમંત્રી મમતા બેનરજીની નજર આ ચૂંટણી જીતી હેટ્રિક લગાવવા પર છે, જ્યારે ભાજપ પહેલીવાર બંગાળમાં સત્તાની ખુરશી હાંસલ કરવાની કોશિશમાં છે.
તમિલનાડુમાં અન્નાદ્રમુકની સરકાર છે, જો કે પાર્ટી જયલલિતાના મોત બાદથી બહુ સુખદ સ્થિતિમાં નથી. 2019ની લોકસભા ચૂંટણીમાં દ્રમુક અને કોંગ્રેસ ગઠબંધને તમિલનાડુમાં અન્નાદ્રમુકને કરારી હાર આપી હતી. આ ચૂંટણીમાં અન્નાદ્રમુક અને ભાજપ મળીને લડ્યા છે. જ્યારે ડીએમકે અને કોંગ્રેસ સત્તામાં વાપસીની કોશિશમાં છે.
ભાજપને તમિલનાડુના પાડોસી કેંદ્રશાસિત પ્રદેશ પોંડીચેરીથી ઘણી ઉમ્મીદો છે, પોંડીચેરીમાં કોંગ્રેસ સરકાર પડી ભાંગ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. રાષ્ટ્રપતિ શાસન દરમ્યાન જ ત્યાં ચૂંટણી થઈ છે. પોંડીચેરીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ આ વખતે અહીંનો માહોલ ઘણો બદલાયેલો છે. એઆઈએનઆરસીના નેતૃત્વ વાળા ગઠબંધનમાં ભાજપ ઘણી મજબૂતીથી ઉભર્યો છે.
કેરળમાં મુખ્ય મુકાબલો સત્તારૂઢ એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વવાળા યૂડીએફ વચ્ચે જ છે. ગત કેટલીક ચૂંટણીથી કેરળમાં એકવાર એલડીએફ તો એકવાર યૂડીએફની સરકાર બનતી રહી છે. આ વખતે મતદાતા ફરી સરકાર બદલે છે કે નહિં તે જોવાનું રહ્યું.
આસામમાં હાલ ભાજપની સરકાર છે અને આ ચૂંટણીમાં પણ પૂર્વોત્તરના રાજ્ય આસામમાં ભાજપની સત્તા બની રહેશે તેવુ્ં અનુમાન લગાવાઈ રહ્યું છે.
ડેઈલીહંટ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું લાઈવ કવર કરી રહ્યું છે. અમારું માનવું છે કે ચૂંટણી માત્ર સંખ્યા જ નથી. અમારો ધ્યેય ડેટા, પેટર્ન અને વિશ્લેષણ પર છે જે ક્યાંકને ક્યાંક નાગરિકના જીવન પર પ્રભાવ નાખે છે. વ્યાખ્યા પર અમારું ધ્યાન કેન્દ્રિત છે. અમે પહેલાં નંબર વિશે જાણકારી આપશું અને જ્યારે નંબર સંખ્યા સમજમાં આવવા લાગશે તો અમે તમામ દ્રષ્ટિકોણથી વિશ્લેષણ સામે રાખશું. ડેટા શું છે અને તેનો મતલબ શું છે તે અમે જણાવશું.
છેવાડાનો માનવી પણ આસાનીથી સમજી શકે તેવી રીતે અમે પરિણામના વિશ્લેષણ રજૂ કરશું.
ચૂંટણીને સારી રીતે સમજી શકાય તેવી રીતે અમે ડેઈલીહંટમાં કવરેજ કરીએ છીએ. અમે એક સારણીબદ્ધ રીતે પરિણામનું લાઈવ અને ફાસ્ટ અપડેટ આપશું. માત્ર નંબર જ નહિ બલકે સાથોસાથ પાછલા પરિણામોની સરખામણી, હરેક સીટ પર ગત ચૂંટણી પરિણામનું વિશ્લેષણ કરતાં અપડેટ આપીએ છીએ.
સાથે જ ચૂંટણીને લઈ સોશિયલ મીડિયા પ્રતિક્રિયાઓ, ટ્વિટર પર ટ્રેન્ડ, લાઈવ વીડિયો, વાયરલ થઈ રહેલા મીમ, ટ્રેંડિંગ સ્ટોરી, વીડિયો આ બધું અમારા વ્યાપક કવરેજનો ભાગ છે. તો ઝડપી અને સચોટ રિઝલ્ટ માટે અમારી સાથે બન્યા રહો.