ઑક્સિજનની અપીલ પર FIRને લઈને યુપી સરકાર સામે PIL, કાર્યવાહી પર રોક લગાવવાની માંગ

|

લખનઉઃ સોશિયલ મીડિયા પર ઑક્સિજનની મદદ માંગવાની અપીલ કરનારા પર કાર્યવાહી રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકાર સામે ઈલાહાબાદ હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. આ જનહિત અરજીને એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ દાખલ કરી છે. અરજીમાં કોર્ટમાં આવા લોકો સામે કાર્યવાહી રોકવાની માંગ કરવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર કોરોના સંકટ સમયે મદદની અપીલ કરી રહ્યા છે.

અરજીમાં એક વ્યક્તિ પર પોતાના નાના માટે ટ્વિટર પર ઑક્સિજનની માંગ લગાવવા પર એફઆઈઆર નોંધાવવા મુદ્દે કોર્ટનુ ધ્યાન દોરવામાં આવ્યુ છે. અમેઠી જિલ્લીમાં એક શશાંક યાદવ નામના વ્યક્તિએ ટ્વિટર પર અપીલ કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમના નાનાનુ ઑક્સિજન લેવલ ઘટી રહ્યુ છે. આ ટ્વિટને લઈને અમેઠીથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ શેર કર્યો હતો. અમેઠી પોલિસે બાદમાં આ ટ્વિટને અફવા ગણાવીને વ્યક્તિ પર એફઆઈઆર કરી હતી.

મહેનત છતાં પ્રમોશન ન મળતુ હોય તો અપનાવો આ Astro Tips

કાર્યવાહીને ગણાવી શક્તિઓનો દૂરુપયોગ

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, 'સોશિયલ મીડિયા પર ઑક્સિજનની માંગ કરનાર ગંભીર રોગીઓના પરિવારો પર કાર્યવાહી રાજ્યની શક્તિઓનો દૂરુપયોગ છે. આ કાર્યવાહી કોવિડ-19 મહામારીમાં સરકારની કોરોના સામે લડવાની નિષ્ફળતા પર થઈ રહેલી ટીકાથી બચવા માટે કરવામાં આવી રહી છે.' ગોખલેએ અરજીમાં કહ્યુ કે યુપીમાં એક યુવક પર ઑક્સિજનની મદદ માટે પુકાર લગાવવા પર એફઆઈઆર નોંધવામાં આવી છે. જ્યારે હકીકત એ છે કે યુવક પોતાના પરિવારજન માટે ઑક્સિજનની મદદ માંગી રહ્યો હતો.

MORE up government NEWS